________________
પ્રકારના વિશુદ્ધ પરિણામ થાય છે કે, જે જીવને તે પ્રમાણે પરિણામેની પ્રાપ્તિ કર્યા પછી થોડા સમય બાદ બીજા જીવે તેવાજ પરિણામ શરૂ કરી પહેલાના પરિણામની સાથે થઈ જાય અથવા બરાબર પરિણામ થઈ જાય તેને અવ:પ્રતિકરણ કહે છે. દૃષ્ટાંત – એક જીવે નવ બજે અધ:પ્રવૃત કરણરૂપ પરિણામ શરૂ કર્યા અને પાંચ મિનીટમાં ૧૦૦ અંશ પરિણામ વિશુદ્ધ કર્યા અને બીજા જીવે નવ બજને બે મિનીટ ઉપર અધ:પ્રવૃત કરણરૂપ પરિણામ શરૂ કર્યા છે તે ત્રણ મિનીટમાં જ ૧૦૦ અંશ પરિણામ વિશુદ્ધ કર્યા અર્થાત જેટલી વિશુદ્ધ એક જીવે પાંચ મિનીટમાં પ્રાપ્ત કરી તેટલી વિશુદ્ધતા બીજા જીવે ત્રણ મિનીટમાં કરી નાખી તેને અધ:પ્રવૃત્તિ કરણ કહે છે. અપૂર્વકરણના પહેલા સમયથી લગાવી જ્યાં સુધી સમ્યકત્વમેહની, મિશ્રમેહનીને પૂર્ણકાળ છે અર્થાત્ જે કાળમાં ગુણ સંક્રમણ કરી મિથ્યાત્વને સમ્યકત્વમેહનીય, મિશ્રમેહનીયરૂપ પરિણાવે છે તે કાળનાં અંત સમય પર્યત (૧) ગુણ શ્રેણી નિર્જરા, (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિ ખંડન (૪) અનુભાગ ખંડન એમ ચાર આવશ્યક થાય છે. તેની વ્યાખ્યા એવી છે કે – (૧) પૂર્વે બાંધેલા સત્તાકર્મ પરમાણુરૂપ દ્રવ્ય તેમાંથી કાઠી
છે જે દ્રવ્ય, ગુણશ્રેણી વિષે આપ્યા તેની ગુણશ્રેણિ કાલને આ વિષે સમયે સમયે અસંખ્યાત અસંખ્યાતગુણી અનુક્રમે
કરી પંક્તિબંધ નિર્જરાનું થયું તે ગુણશ્રેણિ નિર્જરા છે.