________________
ધવલા ખંડ ૬ પૃષ્ટ ૨૪, અનગારધમાં મૃત ભાગ ૧ પૃષ્ઠ ૧૭૨ થી જોઈ લેવું સ્થાનાભાવને કારણે સંક્ષેપથી લખવામાં આવેલ છે) વિશેષાર્થ – એ ત્રણ પ્રકારના ભાવથી અવશ્ય સમ્યગ્દર્શનનું બાધક એવું દર્શન મેહનીય કર્મનું ક્ષય, ઉપશમ, ક્ષાપશમ થતાં જ જીવને પ્રથમે પશમ સભ્યત્વ પ્રાપ્ત થાય છે. વિપરીતાભિનિવેશરહિત તત્વાર્થ શ્રદ્ધાન સમ્યગ્દર્શનને સ્વપર ભેદજ્ઞાન કહે છે. તે પ્રગટ થતાં જીવની પરિણતિ જ સંસાર ભેગથી બદલી જાય છે. જે પહેલાં સંસારિક સુખમાં પરાધીન હતું તેજ હવે સ્વાધીન આત્મ સુખમય થઈ જાય છે. પહેલાં તેની બુદ્ધિ સંસારના રાગદ્વેષમાં ફસી હતી તેજ બુદ્ધિ મુક્તિ તરફ લાગી જાય છે અર્થાત અનાત્મ બુદ્ધિ છુટી આત્મબુદ્ધિ થઈ જાય છેઅહીંથી મોક્ષ માર્ગને પ્રારમ્ભ થઈ જાય છે. કારણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યારિત્ર ત્રણે જુદા જુદા મેક્ષ માર્ગ નથી તેમજ ત્રણેની એકતા પણ સાક્ષાત્ મોક્ષનું કારણ નથી પણ પરંપરા મોક્ષનું કારણ છે તેથી તે વ્યવહાર મોક્ષમાર્ગ જીવ ગુગલ સંબંધી પર્યાયથી ઉત્પન્ન થયો છે તેનાથી સાધ્ય નિશ્ચય મેક્ષમાર્ગ ભિન્ન છે અને સાધન મેક્ષમાર્ગ ભિન્ન છે તત્વાર્થસૂત્રમાં વ્યવહાર રત્નત્રયનું કથન છે. તે હિસાબે સમ્યગ્દર્શન શરૂ થતા જ ત્રણેની પ્રાપ્તિ થઈ જાય છે. સમ્યગ્દર્શન થતાં જ સ્વાનુભૂતિને રોકવાવાલા કર્મને પશમ થઈ જાય છે તેથી સ્વાનુભવ કરવા એગ્ય જ્ઞાન પ્રકાશમાન થઈ જાય છે. તેજ સમયમાં અનંતાનુબંધી કષાયના ઉપશમ થવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રકાશમાન થઈ જાય છે. એ પ્રમાણે સમ્યગ્દર્શન થતાં