________________
૪૭
રહી નિયમથી મિથ્યાદષ્ટિ થઈ જાય છે. એ પ્રમાણે ઉપશમ સમ્યકત્વથી છુટતા અને કર્મના ઉદયથી જીવની ચાર અવસ્થાએ થાય છે.
પ્રથમ અને દ્વિતીયેાપશમ સમ્યક્ત્વનું સ્વરૂપ
ઉપશમ સમ્યકત્વના બે ભેદ છે-એક પ્રથમાપશમ સભ્યકત્વ અને બીજી દ્વિતીયેાપશમ સમ્યક્ત્વ છે. મિથ્યાત્વગુણુસ્થાનમાં કરણ વડે દર્શનમેહનીયને ઉપશમાવી જે સમ્યક્ત્વ ઉપજે તેને પ્રથમપશમ સમ્યકત્વ કહીએ છીએ. તેની વીગત એવી છે કે અનિવૃત્તિકરણમાં કરેલા અંત:કરણ વિધાનથી સભ્યના કાળમાં જે ઉદય આવવા ચાગ્ય નિષેક હતા તેને તે અહીં અભાવ કર્યો, અર્થાત્ તેના પરમાણુઓને અન્યકાળમાં ઉદય આવવા ચાન્ચ નિષેકરૂપ કર્યો તથા અનિવૃત્તિકરણમાં કરેલા ઉપશમકરણ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યેાગ્ય નિષેક હતા તે ઉદીરણારૂપ થાય, પણ તે કાળમાં ઉદય ન આવી શકે એવા કર્યા; એ પ્રમાણે જયાં સત્તા તા હાય પશુ ઉદય ન ડાય તેનું નામ ઉપશમ છે. એમ આ મિથ્યાત્વથી પ્રથમવારે થયેલુ અનાદિ મિઆદૃષ્ટિને એક મિથ્યાત્વ પ્રકૃતિ અને ચાર અનંતાનુબંધીના ઉપશમથી પ્રથમાપશમ સમ્યક્ત્વ ચતુર્યાદિથી માંડી સાતમાં ગુણસ્થાન સુધી હાય છે. જ્યારે અનાદિ મિથ્યાષ્ટિ છત્ર ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે ત્યારે તે સમ્યના કાળમાં મિથ્યાત્વના પરમાણુએ.ના ત્રણુ ટુકડા કરે છે ત્યારે તેને ત્રણ પ્રકૃતિએની સત્તા થાય છે. (જુએ જૈન સિદ્ધાન્ત પ્રવેશિકા પ્રશ્ન ૬૨૭.)