________________
સ્થિતિઅંધાપસરણ થાય છે તે પણ પ્રોગ્યલબ્ધિમાં સમ્યક્રવ થવાને નિયમ નથી તેથી તેને ગ્રહણ કરવામાં આવેલ નથી. સ્થિતિબંધાપસરણ કાળ અને સ્થિતિ કાંડકેલ્કરણ કાળ એ બન્ને સમાન અંતર્મુહૂર્ત માત્ર છે. અનિવૃત્તિકરણ - એક સમયમાં જેટલા જીવ તે પરિણામેને શરૂ કરે તે બધાના પરિણામની વિશુદ્ધતા સરખી હોય, બધા સમાનજ ઉન્નતિ કરે. કદાચિત્ શરીરાદિમાં ફરક હોય છતાં પરિણામમાં જરા પણ અંતર નહોય, આ અનિવૃત્તિકરણના અંત સમય વિષે દર્શન મેહ અને અનંતાનુબંધી ચતુષ્ક તેના પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગને બધી પ્રકારે ઉદય થવાને અયોગ્ય રૂપ ઉપશમ થવાથી તસ્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શનને પામે છે. અર્થાત્ ઔપશમિક સમ્યગ્દષ્ટિ થાય છે. ત્યાં પ્રથમ સમય વિષે, દ્વીતીય સ્થિતિ વિષે રહેલ મિથ્યાત્વ દ્રવ્યને સ્થિતિકાંડક, અનુભાગ કાંડકઘાત વિના ગુણ સંક્રમણને ભાગ આપી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વમેહની રૂ૫ ત્રણ પ્રકારે કરે છે તેમાં એક દર્શનમેહનું દ્રવ્ય ત્રણ શકિતરૂપ નેખું થઈ રહે છે.
ત્રણે કરણમાં વિશુદ્ધતાની અપેક્ષાથી ભેદ છે તેમાં સમયે સમયે અનંત ગુણ વિશુદ્ધ પરિણામ થતા જાય છે તે વિષય કેવલજ્ઞાનાદિ ગમ્ય છે. આ ત્રણ કરણે (પરિણામે) નું મટસાર છવકાંડમાં ગુણસ્થાનાધિકારમાં તથા કર્મકાંડમાં ત્રિકરણ ચૂલિકા અધિકારમાં વધારે વ્યાખ્યાન છે ત્યાંથી જાણવું અહીં સંક્ષેપથી કહેવામાં આવેલ છે. (વધારે ખુલાસે લબ્ધિસાર, ભગવતી આરાધના પૃષ્ટ ૬૫૮, રત્નકરંડ શ્રાવકાચાર પૃષ્ઠ