________________
આવલી એક સમય અને ઉત્કૃષ્ટ એક સમય ઓછો ૪૮ મિનીટ થાય છે.) ચારે લબ્ધિ ભવ્ય અને અભિવ્ય જીવને થાય છે અને કરણલબ્ધિ માત્ર ભવ્ય જીવને જ થાય છે. ચોત્રીસ (૩૪) બંધાપસરણમાં (૪૬) બેંતાલીશ કમ પ્રકૃતિએને બંધ ઉપશમ સમ્યકત્વ થાય ત્યાં સુધી વ્યુચ્છેદ થાય છે અર્થાત બંધ છુટી જાય છે. તે બેંતાલીશ પ્રકૃતિઓના નામ લબ્ધિસાર ગાથા ૧૧-૧૫ સુધીમાં જોઈ લેવું તે ભવ્ય, અભવ્ય બન્નેને સમાન રૂપે થાય છે.
કરણલબ્ધિનું સ્વરૂપ તા: અમથો ના જુવા મળે છે करणं करोति क्रमशः अधः प्रवृत्तपूर्वमनिवृत्तिम् ॥१६॥ અર્થ:- ત્યારબાદ અભવ્યને પણ યોગ્ય એવી ચાર લબ્ધિરૂપ પરિણામે સમાપ્ત કરી ભવ્યજીવ જ અઘ:પ્રવૃત, અપૂર્વ, અને અનિવૃત્તિ કરણ એમ ત્રણ કરણે કરે છે. ભાવાર્થ- અઘઃ પ્રવૃતકરણમાં (૧) સમયે સમયે જીવ અનંત ગુણી વૃદ્ધિપૂર્વક વિશુદ્ધતા ધારણ કરે છે. (૨) જીવ સમયે સમયે અપ્રશસ્ત (અશુભ) પ્રકૃતિને અનંત ગુણે હીન અનુભાગ બંધ કરે છે (૩) જીવ સમયે સમયે શુભ પ્રકૃતિઓને અનંત ગુણા રસની વૃદ્ધિ સહિત અનુભાગ બંધ કરે છે અને (૪) સ્થિત પણ પલ્યોપમના અસંખ્યાત ભાગ હીન બાંધે છે. એ પ્રમાણે ચાર આવશ્યક અંતર્મુહૂર્ત કાળ પર્યત થાય છે. તેમાં એવા