________________
તે મિથ્યાજ્ઞાન છે. પરંતુ જિનેન્દ્ર કથિત સદુપદેશ મળવાથી તેને આત્મપગી પદાર્થોને યથાર્થ બોધ થાય છે તે જ સમ્યકત્વ પ્રાપ્તિનું બાહ્ય કારણ છે. વિશેષા- છ દ્રવ્ય, નવ પદાર્થોના ઉપદેશનું નામ દેશના છે તે દેશનાથી પરિણત આચાર્ય આદિની ઉપલબ્ધિ થવી અને તેઓના ઉપદેશેલ છદ્ર અને નવ પદાર્થોના અર્થનું ગ્રહણ, ધારણ તથા વિચારણાની શક્તિના સમાગમને દેશના લબ્ધિ કહે છે. આદિ શબ્દનો અર્થ એ થાય છે કે, તે છ નવપદાર્થોનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિને લાભ થશે. (જુ ઘવલખંડ ૬ પાનુ ૨૦૪ તથા મોક્ષમાર્ગ પ્રકાશક ગુ. પૃષ્ટ ૨૪૦, ૨૭૬, ૨૮૬) કલિંગી મુનિ જે મિથ્યાત્વ કર્મને વશીભૂત છે તે સારી રીતે અગ્યાર અંગ નવપૂર્વ સુધી જિનેન્દ્ર કથિત શાસ્ત્રને જાણનાર છે તે નિશ્ચય વ્યવહાર તથા નય પ્રમાણેથી આત્માનું યથાર્થ પ્રતિપાદન કરે છે અને તે વાણને ગ્રહણ, ધારણ અને વિચારણા પૂર્વક (મનન પૂર્વક) અભ્યાસથી ભવ્ય જીવના મિથ્યાત્વ કર્મને અનુભાગ એ છે થતું જાય છે. અને જ્યાં તેને ઉદય ન થાય ત્યાં જ સમ્યકત્વ ઉત્પન્ન થઈ જાય છે. અર્થાત્ સમ્યકત્વ ઉત્પત્તિને બાધક દર્શનમેહનીય કર્મને ક્ષય, ઉપશમ, કે ક્ષાપશમ થતાંજ ભચ જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે.
પ્રાગ્યલબ્ધિનું સ્વરૂપ अंत:कोटीकोटिविस्थाने स्थितिरसयोः यस्करणम् । प्रायोग्यलब्धिर्नाम भव्यायव्येषु सामान्या ॥४६३॥