________________
૪ર૭
પરિણમશે તેનેજ આચાર્ય મહારાજ ભવ્ય કહે છે. અથવા " सामग्री विशेषः रत्नत्रयानंतचतुष्टय स्वरुपेणपरिणमितुं વોમાસામગ્રીના વિશેષપણાથી, રત્નત્રય અથવા અનંતચતુષ્યરૂપ પરિણમવાને યોગ્ય હોય તે ભવ્ય છે. તથા જેના નિમિત્તને લીધે બાહ્ય નિમિત્ત મળવાથી સિદ્ધપર્યાયની તથા તેને સાધન ભૂત સમ્યગ્દર્શનાદિ સઍધી શુદ્ધપર્યાયની પ્રાપ્તિ થઈ શકે, તે જીવની શક્તિ વિશેષને “ભવ્યત્વશક્તિ” કહે છે.
ભાવાર્થ દ્રવ્યમાં પ્રધાન કારણ સાક્ષાત્ તીર્થંકર ભગવાનનું દેખવું, ક્ષેત્રમાં પ્રધાન કારણ સમવસરણાદિક છે, કાળમાં પ્રધાન કારણ અદ્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સંસારનું પરિભ્રમણ બાકી રહે છે, અને ભાવમાં અઘ પ્રવૃત, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ છે. વિશેષ અનેક કારણે છે તેમાં કેઇને અન્તબિંબ દેખવાથી, કેટલાકને જિનેન્દ્રદેવના કલ્યાણક આદિની મહિમા દેખીને, કેટલાકને જાતિસ્મરણજ્ઞાનથી, કેટલાકને વેદનાના અનુભવથી, કેટલાકને ધર્મશ્રવણથી, અને કેટલાકને દેવતાની ત્રાદ્ધિ દેખવાથી ઈત્યાદિક બાહ્યકારણેથી મિથ્યાત્વ કર્મનો ઉપશમ થવાથી પ્રથમ ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
સંક્ષીપંચેન્દ્રિયનું સ્વરૂપ नोइन्द्रियावरण क्षयोपशम स्तज्जबोधनसंज्ञा । सायस्यसतुसंज्ञी इतरः शेषेन्द्रियावबोधः ॥४३५॥