________________
મ
મનની ઉત્પત્તિ પુદ્ગલ વિપાકી કર્મના ઉદયથી થાય છે, તેને દ્રવ્યમન કહે છે. અને જે વીયાતરાયકમ તથા નાઇન્દ્રિયાવરણ કર્મના ક્ષયાપશમથી થવાવાળી આત્માની વિશુદ્ધિને ભાવમન કહે છે, ભાવમન પોતાના વિચારોથી નિશ્ચિત પદાર્થાત જાણે છે અને ગ્રહણ કરે છે, ત્યારે મન પદાર્થમાં નથી જતું પરંતુ મન પોતેજ સંકલ્પરૂપ થઇને વસ્તુને જાણે છે. છદ્મસ્થ પુરુષને અતીત અનાગત પર્યાયાને મન વિષે ચિતવવાથી સ્કુરાયમાન થાય છે. અર્થાત્ છદ્મસ્થજ્ઞાની (અલ્પજ્ઞાની તપસ્વી) પણ ચેાગબળથી અથવા તપસ્યાના પ્રભાવથી જ્ઞાનમાં કાંઇક નિર્મળતા થવાથી અતીત અનાગત વસ્તુને વિચાર કરે છે. ત્યારે તેનું જ્ઞાન અતીત અનાગત વસ્તુના આકારરૂપ થઈ જાય છે અહી વસ્તુ વર્તમાન નથી છતાં પણ દેખાય છે. જ્ઞાનની શકિત અચિન્ત્ય અને અદ્ભુત છે.
વિશેષ મતિશ્રુતજ્ઞાનનું સાધન મન છે, એટલા માટે મન પોતાના વિચારથી મૂત્ત અને અમૃત્ત અને પદાર્થોનું જ્ઞાતા છે દ્રવ્યમન અને ભાવમન સજ્ઞી પંચેન્દ્રિયને જ હાય છે, સંજ્ઞોને નહિં. તેનું સમાધાન આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ એ ચારે વિષયેાની તરફ પ્રવૃત્તિ થવી, તે કેવળ મનના વિચારનું કારણુ નથી. એકેન્દ્રિયાદિ જીવ માત્રમાં એ ચારે પ્રવૃત્તિએ હૈાય છે, તે ચારિત્ર માહનીય ક ના ઉદયનું સાધારણ કાર્યો છે. એટલા માટે એ પ્રવૃત્તિઆમાં હિતાહિતની અપેક્ષા નથી રહેતી ત્યાં પ્રવૃત્તિ હાવાથી મનનું અસ્તિત્વ માની ન લેવું.