________________
૪૨૯
-ઉપદેશ છે. તે ઉપદેશ છ પર્યાપ્તિ પૂર્ણ હોય એવા હાથી, શ્વાન આદિ શીખી શકે છે. જે કર્મને ઉદયથી આત્મા આહારાદિ પર્યાપ્તિઓને અન્તર્મુહૂર્તમાં પ્રાપ્ત કરી શકે તેને પર્યાપ્તિ કહે છે
પર્યાપ્તિનું સ્વરૂપ आहारपरिणामादि शक्तिकारण सिद्धयः । पर्यात्पयः षडाहारदेहासोच्छवासवाङ्मनः ॥४३७॥ અર્થ - આહારવણ, ભાષાવર્ગણા, અને મને વર્ગણાના પરમાણુઓને, શરીર ઈન્દ્રિયદિરૂપ પરિણમાવવાની શક્તિની પૂર્ણતાને પર્યાપ્તિ કહે છે. તે પર્યાપ્તિ છ પ્રકારે છે. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ, અને મન પર્યાપ્તિ પ્રથમ આહાર પર્યાપ્તિનું સ્વરૂપ કહે છે. ઔદારિક, વૈક્રિયિક અને આહારક એ ત્રણ શરીર યોગ્ય આહાર વગણના પરમાણુઓને ગ્રહણ કરવાની અને ખલ તથા રસ ભાગરૂપ પરિણુમાવવાની કારણ ભૂત જીવની શકિતની પૂર્ણતાને આહાર પર્યાપ્તિ કહે છે. (૧) બીજી શરીર પર્યાપ્તિ જેમ તલને પલવાથી એકભાગ તેલરૂપ થઈ જાય છે અને બીજો ભાગ ખેલ (ખેળ) રૂપ થઈ જાય છે, તેમ શરીર નામા નામકર્મની સાથે સાથે પર્યાપ્તિ નામા નામ કર્મના ઉદયથી ગ્રહણ કરેલ જે આહાર વર્ગણના પરમાણુઓને જે ખલ રૂપ પરિણમાવ્યાં હતાં, તે હાડકાં વિગેરે કઠણ અવયવરૂપ અને જે પરમાણુઓને રસ રૂપ પરિણુમાવ્યાં હતાં તેને