________________
અર્થ - નેઈદ્રિયાવરણ કર્મ (મન) ના પશમને અથવા તજન્ય જ્ઞાનને સંજ્ઞા કહે છે. આ સંજ્ઞા જેને હોય તેને સંસી કહે છે અને જેને આ સંજ્ઞા ન હોય કિન્તુ કેવળ યથા સંભવ ઈદ્રિય જન્ય જ્ઞાન હોય, તેને અસંજ્ઞી કહે છે. અર્થાત જેને લબ્ધિ અને ઉપગ રૂપ મન હોય, તેને સંજ્ઞી કહે છે અને તે જેને ન હોય તે અસંજ્ઞી છે. શિક્ષા, ક્રિયા, આલાપ, અને ઉપદેશ રૂપ સંજ્ઞાને ધારણ કરનાર હોય તે સંજ્ઞી કહેવાય છે.
मनोऽवष्टम्भतः शिक्षा क्रियालापोपदेशवित् । છેજે તે સીઝન પ ગ્રુપજીરાના કરૂદ્દા અર્થ – જેને શિક્ષા, ક્રિયા, આલાપ, અને ઉપદેશને સારી રીતે જાણવાનું મન છે. એવા મનુષ્ય, બળદ, પોપટ અને હાથી આદિ સંજ્ઞી કહેવાય છે. ભાવાર્થ- સંસીના મુખ્ય ચાર ભેદ છે – (૧) જે કાર્ય કરવાથી પિતાનું હિત થાય તે કરવું અને જે કાર્ય કરવાથી પિતાનું અહિત થાય તે ન કરવું, એવા પ્રકારના જ્ઞાનને શિક્ષા કહે છે. તે શિક્ષાને મનુષ્ય ગ્રહણ કરી શકે છે. (૨) ઈચ્છા પૂર્વક હાથ પગ મસ્તક આદિકના હલાવવાને ક્રિયા કહે છે આ ક્રિયા જે બળદ વિગેરેને શીખવવામાં આવે છે તે એને શીખી શકે છે. જેમ કસરતના ઘડા, નાંદીયા બળદ આદિ. (૩) લોક અથવા શબ્દ આદિ ભણાવવાને આલાપ કહે છે. તે આલાપને પિપટ, મેના આદિ જીવ શીખી શકે છે. (૪) સંજ્ઞા (નામવાચક) શબ્દ અથવા સંકેત આદિ દ્વારા હિતાહિત જાણવાનું નામ