________________
X33
ઉદ્ભયથી કર્ણ ઇન્દ્રિયના જળની નળીના આકારરૂપ પુદ્ગલ સમૂહ તે બાહ્ય નિવૃત્તિ છે એમ સર્વે ઈન્દ્રિયાનું જાણી લેવું. માથાભ્યતર ઉપકરણાનું સ્વરૂપ
आभ्यन्तरं भवेत्कृष्णशुक्ल पण्डलका दिकम् । बाह्योपकरणं त्वक्षिपक्ष्मपत्रद्वयादिकम् ॥४४२॥
અર્થ:- માહ્ય અને અભ્યંતર અન્ને ઉપકરામાંથી અભ્યંતર ઉપકરણ અને કહે છે કે જે અંદર રહીને નિવૃત્તિરૂપ ઇન્દ્રિયની રક્ષા કરે. જેમ મસૂરના આકાર જેવી જે નેત્ર ઇન્દ્રિય તેની અંદર સફેદ અને કાળા ડાળેા છે તે અભ્યંતર ઉપકરણ છે અને તેનું રક્ષણ કરનાર પાંપણ ભમર વગેરે ઇન્દ્રિયેાના સર્વથી ઉપરના ભાગમાં રહેવાળા રક્ષણના સાધનને બાહ્ય ઉપકરણ કહેવાય છે એમ સર્વે ઇન્દ્રિયાનું જાણી લેવું.
ભાવાર્થ:- નિવૃત્તિના ઉપકાર કરવાવાળા જે પુગળ સમૂહ તે ઉપકરણ છે. તે એ પ્રકારે છે. અન્ને પ્રકારનાં ઉપકરણેાની અંદર જે દેખવાની શકિત રાખવાવાળી રચના થાય છે, તે સર્વે નિવૃત્તિના નામથી કહેવામાં આવે છે. તે સર્વે ઉપકરણ તથા નિવૃિત્તિના ભેદને દ્રવ્યેન્દ્રિય એટલા માટે કહેવામાં આવે છે કે તે આત્માનાં તથા પુદ્ગળનાં પાયા છે.
ભાવેન્દ્રિયનું સ્વરૂપ
लब्धिस्तथोपयोगश्च भावेन्द्रियमुदाहृतम् । सा लब्धिर्बोधरोधस्य यः क्षयोपशमो भवेत् ॥ ४४३ ॥