________________
આત્મા સ્વયં સમ્યગ્દર્શનરૂપ પરિણમે છે. અનાદિ કાળથી. આત્મામાં સખ્યત્વગુણ ઉત્પન્ન થવાની યેગ્યતા જ પ્રાપ્ત નથી થઈ, તેને લીધે આત્મગુણે પરત્વે અરુચિભાવ અંતરંગમાં રહ્યા કરે છે. પ્રથમ ઉપશમ સમ્યકત્વ ગુણની ઉત્પત્તિમાં અમુક પ્રકારની યોગ્યતા તે અવશ્ય આવવી જ જોઈએ. જે એક પણ ગ્યતાની ખામી હોય તે સમ્યકત્વગુણ પ્રગટ નથી થતા. યોગ્યતા, અધિષ્ઠાન, આધાર, ભાજન, પાત્રતા કે અધિકારીપણું એ સર્વે એકજ, અર્થને કહેવાવાળા છે.
चतुर्गातभव्यः संज्ञी पर्यात्पः शुद्धकश्च साकारः । બાળ સારા સચવવકુછતા જરૂરી
અર્થ:- સમ્યગ્દર્શન ચારે ગતિમાં અનાદિ મિથ્યાદષ્ટિ તથા સાદિ મિથ્યાષ્ટિ ભવ્યને જ ઉત્પન્ન થાય છે, અભવ્યને નહિ. સંજ્ઞા પંચેન્દ્રિય હોય તેને ઉત્પન્ન થાય, અસંસીને ન જ થાય. પર્યાપ્તને જ થાય અપર્યાપ્તને નહિ. મંદ કષાયવાનને ઉત્પન્ન થાય, તીવ્ર કષાયીને ઉત્પન્ન ન થાય. ગુણ દોષના વિચાર સહિત સાકારપોગ-જ્ઞાનોપયોગસહિતને ઉત્પન્ન થાય, દર્શને પગમાં ન થાય. જાગૃત અવસ્થામાં ઉત્પન્ન થાય, નિદ્રાએ કરી અચેતન સમાન યમૂર્છાિમ જેવાને ઉત્પન્ન ન થાય. ભાવિત ઉપરની (પીત પદ્મ શુક્લ) ત્રણ લેશ્યામાંથી કઈ એક વેશ્યાવાળાને ઉત્પન્ન થાય અને કરણલબ્ધિરૂપ પરિણામને ધારક હેય તે જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે.