________________
સિદ્ધ કરતે થકે બેઠા છે. રાક્ષસાદિ મહાવિદ્યાઓ જ્યારે સિદ્ધ થઈ જશે ત્યારે ત્યાંથી ઊઠશે માટે આ સમયે આપણું લોકેનું એ કર્તવ્ય છે કે એમાં વિઘ કરવું અને લંકાને ઘેરી લેવી, તેમાં ઘુસી જવું. એવી રીતે વિભીષણના કહેવાથી રામચંદ્રજીએ માની લીધું ત્યાર બાદ સુગ્રીવે અને હનુમાને પિતાની સિદ્ધ કરેલ ગરુડવાહિની તથા સિંહવાહિની, બંધમેચની અને હનનાવરણ, એ ચારે વિદ્યાઓ અલગ અલગ રામચંદ્રજીને તથા લક્ષમણને આપી. ત્યાર બાદ બન્ને ભાઈઓએ પ્રજ્ઞપ્તિ વિદ્યાથી અનેક વિમાન બનાવીને પોતાની સર્વે સેના લંકાનગરી બહાર મેદાનમાં ગઠવી. જ્યારે લંકાથી સર્વ વિદ્યાધર કુમાર રામચંદ્રજીની આજ્ઞા પામી ને પહાડ ઉપર જઈને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે રાવણના મોટા પુત્ર ઈન્દ્રજિતે ક્રોધિત થઈને સર્વે વિદ્યાધરે અને પ્રથમના સર્વે દેવતાઓને મોકલ્યા અને કહ્યું કે તમે સર્વે લેકે મળીને એની સાથે યુદ્ધ કરે. ત્યારે પ્રથમના સિદ્ધ કરેલ અથવા વશ થએલ દેવતાઓ રાવણને કહેવા લાગ્યા કે. त्वयाभिलषितंकार्य साधितंपुण्यसंक्षये । . समर्थानेत्यसावुक्तो व्यक्ताभिर्दशाननः ॥४२५॥ અર્થ- આપના બલવાન પુણ્ય કર્મના ઉદયથી અમે આટલા દિવસ સુધી તે આપની ઈચ્છાનુસાર સર્વે કાર્ય સિદ્ધ કર્યા પરંતુ અત્યારે આપનાં પુણ્ય કર્મ ક્ષય થઈ ગયાં છે, એટલા માટે અમે કાંઈ પણ કરી શકીએ તેમ નથી. એવી રીતે તે દેવતાઓએ સ્પષ્ટ રીતે રાવણને કહી સંભળાવ્યું. તે સાંભળી રાવણ કહેવા લાગે કે તમે નીચ દેવતએ ભલે ચાલ્યા જાઓ, તમારાથી મારું