________________
આદિ કર્મ શરીરને વિષે ભરેલ જ્ઞાનાવરણ દિ દ્રવ્યકર્મના ભાર ને લઈ ને નાના પ્રકારની નીઓને તથા સ્થાનકેને પ્રાપ્ત કરે છે. વળી જેમ તે પુરુષ કાવડમાં ભરેલ ભારને નાખી દઈ કોઈ એક ઈષ્ટ સ્થાનકને વિષે વિશ્રામ કરી તે ભારથી ઉત્પન્ન થયેલ દુઃખના વિયોગે સુખી થઈને રહે છે. તેમ કોઈ આસન્ન ભવ્ય આત્મા કાલાદિ લબ્ધિથી અંગીકાર કરેલ સમ્યગ્દર્શનાદિક સામગ્રી સહિત તત્વજ્ઞાની પુરુષ ઔદારિક શરીર રૂપી કાવડમાં ભરેલ દ્રવ્ય કર્મરૂપી ભારને ત્યાગી ને તે કર્મરૂપી ભારથી ઉત્પન્ન થએલ નાના પ્રકારનાં દુઃખ વેદનાના વિગે કરી, ઈષ્ટ જે લોકના અગ્ર ભાગ સિદ્ધસ્થાનને વિષે સિદ્ધપર્યાયને પામી સુખી થઈને રહે છે એ ભવ્યને હિતકારી સદુપદેશામૃત સ્વરૂપ આચાર્યશ્રીને અભિપ્રાય છે. કાલલબ્ધિ ત્રણ પ્રકારે છે. પ્રથમ સામાન્ય કાળ લબ્ધિનું સ્વરૂપ કહે છે. મેક્ષ થવા માટે અદ્ધ પુદગળ પરાવર્તન કાળ માત્ર સંસાર બાકી રહે. આ લેકમાં જેટલા કર્મ–ને કર્મરૂપ પુરાલ પરમાણુ છે, તેમાંથી જયારે એક પણ એ પરમાણ ન બચે કે જે આ જીવે ગ્રહણ કરી છેડો ન હોય, એટલા કાળને એક દ્રવ્યપરિવર્તન (પરિભ્રમણ) કહે છે. પરંતુ ગ્રહણ કરવાને તથા છોડવાને કમ એવો છે જોઈએ કે જે સંખ્યા, શક્તિ, અને સ્વભાવ સંયુકત પુદગળ (કર્મ-કર્મ) પરમાણુઓને જીવે એકવાર ગ્રહણ કરેલ છે તેજ સંખ્યા, શક્તિ, સ્વભાવ સંયુક્ત પુગળ પરમાણુઓને અવિચ્છિન્ન-ધારાએ, આંતરારહિત, નિરંતર, અનંતવાર વચમાં, અગ્રહીત; મિશ્રગહીત આદિ ચાર પ્રકારનાં પુદ્ગલ પરમાણુઓને કમપૂર્વક ગ્રહણ કરીને જ્યાં સુધી ગ્રહણ ન કરી લે, ત્યાં સુધી તેનું એક દ્રવ્ય પરિવર્તન પૂરું નથી થઈ