________________
૪૦૪.
અર્થ– જે સાધક આ સંસારમાં સ્વાનુભૂતિના એક ભાગ માત્રને પણ સ્પર્શ કરી લે છે એના બન્ને ચરણ કમળ, મેટા મોટા ચારિત્રને ધારણ કરવાવાળા અને ઘેર તપશ્ચરણ કરવાવાળા સર્વે મુનિ સેવન કરે છે. ભાવાર્થ- સ્વાનુભૂતિને મહિમા અચિંત્ય છે એની પાસે ચારિત્ર અને તપશ્ચરણ કઈ વસ્તુ નથી મોટા મોટા તપસ્વી પણ સ્વાનુભૂતિની મહિમાનું વર્ણન કરે છે. આ સ્વાનુભૂતિને સ્પર્શ કરવા માત્રથી જ મોટા મોટા તપસ્વી સેવક બની જાય છે. એટલા માટે સાધકે સ્વાનુભૂતિને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે જોઈએ.
हेतुः शुद्धात्मनो ज्ञाने शमो मिथ्यात्वकर्मणः ।
प्रत्यनीकस्तु तत्रोचैरशमस्तस्य व्यत्ययात् ॥४१७॥ અર્થ - શુદ્ધાત્માનુભવના જ્ઞાનમાં કારણ મિથ્યાત્વ કર્મને ઉપશમ છે અને એથી ઉલટો મિથ્યાત્વકર્મને ઉદય શુદ્ધાત્માને અનુભવ કરવામાં બાધક છે અને તે એને પ્રતિપક્ષી છે. · दृङ्मोहेऽस्तंगते पुंसः शुद्धस्यानुभवो भवेत् ।
न भवेद्विघ्नकरः कश्चिचारित्रावरणोदयः ॥४१८॥ અર્થ - દર્શન મેહનીય કર્મના અસ્ત થવાથી અર્થાત અનુદય થવાથી આત્માને શુદ્ધાત્માને સાક્ષાત્ અનુભવ થાય છે. એમાં ચારિત્રહનીય કર્મનો ઉદય બાધક નથી થતો. જ્યારે દર્શન મેહ મિથ્યાત્વ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ, તથા સ્વાત્માનુભૂલ્યાવરણ કર્મ એ ત્રણે કર્મના અભાવથી (અનુદયથી)