________________
ભાવાર્થ- સમ્યકત્વની ઉત્પત્તિમાં પ્રથમ વિશેષ પુણ્યને ઉદય અવશ્ય જોઈએ કેમકે ક્ષયે પશમાદિક જે સમ્યકત્વ પ્રાપ્તિમાં પાંચ લબ્ધિઓ કારણ છે એને પણ એજ અર્થ થાય છે કે પાપ કર્મોને યથાગ્ય ક્ષપશમ હોય અને પુણ્ય કર્મોને ઉદય હેય એટલાજ માટે જે ભવ્ય આત્મ સુખના અભિલાષા છે, તે પાપ કર્મોને નથી ઈચ્છતા અને કેઈ અપેક્ષાથી સાતિશય પુણ્ય કર્મને ઈચ્છે છે.
*
.
. .
.
. *
વિશેષાર્થ- સમ્યકત્વની ઉત્પત્તિ વધારેમાં વધારે અર્ધ પગલા પરિવર્તન કાલ બાકી રહેવાથી થાય છે. પ્રથમ જીવને ઉપશમ સમ્યકત્વ થાય છે જે અઘીકરણ, અપૂર્વકરણ અને અનિવૃતિકરણ પૂર્વક થાય છે તેમાં પણ મિથ્યાત્વને અન્તરકરણ ઉપશમ થાય છે અને અનંતાનુબંધી ચતુષ્કને અનુદયરૂપ ઉપશમ થાય છે. તે સમ્યકત્વને અન્તર્મુહૂર્ત કાલ છે તે કાળમાં જીવની અવસ્થા એવા પ્રકારની થાય છે કે તેનું ચિત્ત સંસાર અને સંસાર કારણેથી સ્વાભાવિક ઉદાસીન થઈ જાય છે. સમ્યકત્વ થતાં જ જીવ પરથી ભિન્ન પિતાના સ્વરૂપને અનુભવ કરે છે અને નૈમિત્તિક ભાવને હેય માને છે, - જેકે જિનેન્દ્રની પ્રતિમાનું દર્શન અને પ્રભાવના અંગ આદિનું દેખવું સમ્યકત્વની પ્રાપ્તિનું કારણ છે છતાં શાસ્ત્રનું શ્રવણ, ભાવનાનું ચિંતવન, સ્વમત પરમતને ભેટ જાણી નય વિવક્ષાથી વસ્તુનું અનેકાંત સ્વરૂપ નિશ્ચય કરી વારંવાર વિચાર આદિ ભવ્યજીવને સદા કરવા ગ્યા છે.