________________
૪૦૫
સમ્યગ્દર્શનની સાથે જ સ્વાત્માનુભૂતિ અને સ્વરૂ પાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ, તથા દર્શન મેહમિથ્યાત્વ એ પાંચે કાળકૂટ વિષયમાન ઝેરી પ્રકૃતિઓને પ્રથમ ઉપશમ થવાથી, પ્રથમ ઉપશમ સમ્યકત્વ, સ્વાનુભૂતિ અને સ્વરૂપાચરણ ચારિત્રની અપૂર્વ પ્રાપ્તિ થાય છે અને સાદિ મિથ્યાદષ્ટિને ઉપરની પાંચ તથા મિશ્રમેહનીય પ્રકૃતિ અને સભ્યત્વ પ્રકૃતિ એ સાતેને ઉપશમ થવાથી પ્રથમ ઉપશમ સમ્યકત્વની સિદ્ધિ થાય છે.
શંકાકાર- હે ભગવન! અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય આત્માને પાંચ પ્રકૃતિઓને ઉપશમ શાથી થાય? અર્થાત્ શું કરવાથી થાય?
ઉત્તર-હે ભવ્ય! “જાગ્ર થાણાતાજશા કાલિબ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, જિનબિંબદર્શન, આદિ કારણથી પાંચ તથા સાત પ્રકૃતિને ઉપશમ થાય છે. કાલલબ્ધિ વિના સંસારમાં જીને કયારે પણ ઉપશમ સમ્યગ્દર્શન ઉત્પન્ન નથી થતું. કાલલબ્ધિથી જ ભવ્ય શકિત વ્યકત (પ્રગટ) થાય છે અને ભવ્યત્વભાવ પ્રગટ થવાથી ઉપશમ સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. સમ્યકત્વ ઉત્પન્ન થવામાં કાલલબ્ધિ મુખ્ય કારણ છે. તે કાલલબ્ધિનું સ્વરૂપ કહે છે. કર્મોને ભાર ઓછા થઈ જવાથી જે કાલમાં કાર્યની સિદ્ધિ થાય, તે જ કાલલધિ છે. જેમ કેને વિષે ભાર ઉપાડનાર પુરુષ જે કાવડિયે તે કાવડમાં ભરેલ ભારને ઉપાડીને ઈચ્છિત સ્થાનકે પહોંચાડે છે, તેવી જ રીતે સંસારી જીવ દારિક