________________
વેદવું, ભેગવવું, એને એકજ અર્થ જાણવે. અને સં ઉપસર્ગથી એકાગ્ર થઈ અનુભવ કરે તે અર્થ છે.) છે તે જ્યારે જ્ઞાનથીજ એકાગ્ર (ઉપયુકત) થાય, તે તરફ ચેત (ઉપયોગ) રાખે તે તે જ્ઞાનચેતના છે તેથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ . પ્રકાશે છે કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે ત્યારે સંપૂર્ણ જ્ઞાન ચેતના નામ પામે છે. અને અજ્ઞાન રૂપ જે કર્મચેતના તથા કર્મફળરૂપ ચેતના, તે મય ઉપગને કાર અથવા તે તરફ એકાગ્ર થઈ અનુભવ કરવો તે અજ્ઞાન ચેતના છે; તેથી કર્મને બંધ થાય છે. તે જ્ઞાનની શુદ્ધતાને રોકે છે. જ્ઞાન વિના અન્ય જે ભાવ તેમાં એવો અનુભવ કરે (માને) કે “આ હું છું, તે અજ્ઞાન ચેતના છે. તે બે પ્રકારની છે, એક કર્મચેતના અને બીજી કફળચેતના. તેમાંથી જ્ઞાન સિવાય અન્ય ભાગમાં એવું અનુભવે કે એને હું કરું છું તે કર્મચેતના અને જ્ઞાન વિના અન્યભામાં એવું અનુભવે કે એને હું ભેગવું છું, તે કર્મફળચેતના છે. એ બન્ને અજ્ઞાન ચેતના છે. તે સંસારનું બીજ છે. કેમકે સંસારનું બીજ આઠ પ્રકારના જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેનું આ અજ્ઞાન ચેતના બીજ છે. તાત્પર્ય એ છે કે, અનેક જીવો એવા છે કે જેને વિશેષતાએ કરી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મેહની અને વસ્યતરાય એ કર્મોને ઉદય છે અને તે કર્મોને ઉદયથી આત્મશક્તિ રહિત થઈ પરિણમે છે. તે કારણથી વિશેષતાએ કરી સુખ દુખ રૂપ કર્મ ફળને ભગવે છે, નિરૂદ્યમી થઈ, વિકલ્પરૂપ ઈષ્ટ અનિષ્ટ કાર્ય કરવાને અસમર્થ છે એટલા માટે
એ જીને મુખ્યતાથી કર્મફળચેતનાને ધારણ કરવાવાળા જાણવા. તે - છમાં કર્મફળને ભેગવવાની પ્રધાનતા છે. અને જે જીવ જ્ઞાનવરણ,