________________
જી
નિર્વિકલ્પ પર્યાય છે. અભેદ વિવક્ષાથી સ્વાનુભૂતિરૂપ જ્ઞાન ને સમ્યગ્દર્શન કહે છે કેમકે તે સમ્યગ્દર્શન થયા પછી જ પ્રાપ્ત થાય છે. .
- જિનસૂત્ર, દ્રવ્ય અને ભાવરૂપ (ભેદથી) બે પ્રકારે હોય છે, જે ભાવસૂત્રરૂપ જ્ઞાનને અન્તરંગ કારણ માનવામાં આવે તે પણ તે સમ્યગ્દર્શનનું ઉપાદાન કારણ થઈ શકતું નથી પણ સહકારી અન્તરંગ કારણ થઈ શકે છે. કેમકે સમ્યકત્વ ગુણની પર્યાય સમ્યગ્દર્શન છે અને જ્ઞાન ગુણની પર્યાય જ્ઞાનરૂપ છે. અભેદ વિવક્ષાએ ઉપાદાન પણ થઈ શકે છે. પ્રશમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય આદિ ગુણે સમ્યગ્દર્શન થયા પછી જ પ્રાપ્ત થાય છે અર્થાત પ્રગટ થાય છે.
કેઈના ઉપદેશથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તેને અધિગમ સમ્યગ્દર્શન કહે છે અને પૂર્વના સંસ્કારના બળે બાહા ઉપદેશ વિના સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તેને નિસર્ગ સમ્યગ્દર્શન કહે છે. કઈ જીવ દ્રવ્યશ્રતને અન્તરંગ કારણ માને છે તે તે જેમ અને પ્રાણું માનવામાં આવે છે, તેમ કાર્યમાં ઉપચાર કરી કારણ કહી શકાય, પણ ખરેખર તે બાહ્ય સહકારી કાયણ છે.
અભવ્યદ્રવ્યલિંગી મિથ્યાષ્ટિમુનિનું દ્રશ્રુતજ્ઞાન અગિયાર અંગ નવપૂર્વનું યથાર્થ જિનેન્દ્ર, કથનાનુસાર હોય છે. તેથી તે તે દ્રવ્યકૃતને અગ્યાર અંગ નવપૂર્વ કહ્યું છે. તે દ્રવ્યશ્રતને યથાર્થતા પ્રાપ્ત ન હોય તે તે શ્રતને સુશ્રુત નહિ કહેતા શ્રત કહેવામાં આવત, પણ તેમ તો કહેવામાં આવ્યું નથી. જિનેન્દ્ર