________________
૩૮૪
कारणकज्जावेसेसा तस्सु वि कालेसु होंति वत्थूर्ण । एककम्पिय समये पुव्युत्तर भावमासिज्ज ॥ ३९७॥
અ:-પૂર્વી પરિણામથી યુક્ત દ્રવ્ય છે તે તેા કારણભાવ કરી વર્તે છે અને તે જ દ્રવ્ય ઉત્તર પરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એ નિયમથી જાણેા. વસ્તુ પૂર્વ અને ઉત્તર પરિણામને પ્રાપ્ત થઈ ત્રણ કાળ વિષે એક એક સમયમાં કાર્યકારણભાવ રૂપે વર્તે છે.
ભાવાર્થ:- જીવાદિ વસ્તુ ત્રણ કાળમાં એક એક સમયે પૂર્વઉત્તર પરિણામને આશ્રય કરી નવી નવી પર્યાય ( કા ) રૂપ ઉત્પન્ન થાય છે. ત્રણે કાળમાં અનંતાન ંત અધા દ્રવ્યો અનતાન ત પર્યાય સહિત છે. તેમજ સર્વ પદાર્થ અનેકાંતાત્મક અકિયા સહિત છે. જે વસ્તુ છે તે અનંત ધર્મસ્વરૂપ અનેકાંતમય છે તે નિયમથી કાર્ય રૂપ પરિણમે છે. એમ જિનેન્દ્રદેવે કહ્યુ` છે.
જીવદ્રવ્ય પેાતાના ચૈતન્ય સ્વરૂપમાં રહી કદી પણ પર એવા અચેતન સ્વરૂપે થયુ નથી. જો પરસ્પર બધા દ્રવ્ય એપ થઈ મલી જાય તા માટો દોષ ઉત્પન્ન થશે તેથી તે એક સ્વરૂપે નહી થતાં પ્રત્યેક દ્રવ્ય પેાતાની સત્તા (દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ) તે કદી પણ છેાડતા નથી. અર્થાત ચેતન ચેતનરૂપ અને અચેતન અચેતનરૂપ સદા પોતાના ગુણપયામાં રહે છે. વર્તમાન સમયમાં જે પર્યાય છે તે પૂર્વે સમય સહિત વસ્તુનું કાર્યાં છે તે પ્રમાણે અધી પર્યાયાનું જાણવું. એ પ્રમાણે સમય સમયે કાર્ય કારણભાવરૂપ ત્રણ કાળમાં દ્રવ્યનું નિયમથી સ્વરૂપ છે.