________________
૩૯૩
સર્વાગપણાથી અગમ્ય છે, ચેતના સહિત છે, નિર્ગુણ છે, અને ઉત્કૃષ્ટ છે બાકી બધુ મિથ્યા છે એમ એક બ્રહ્મને માનતા આત્મવાદી છે. પૌરુષવાદી કહે છે કે, પ્રમાદી તથા ઉદ્યમ કરવામાં ઉત્સાહ રહિત છે તે કાંઈ પણ ફલને પામી શકતો નથી. અથાત પુરુષાર્થથી જ બધા કાર્યની સિદ્ધિ થાય છે એમ માનવા
વાળાને પૌરુષવાદી કહે છે. (૭) દેવવાદી કહે છે કે, જે ભાગ્યમાં લખેલું છે તેમ જ થાય
છે. વિધાતાના લેખ કેણ ફેરવી શકે? માટે નકામે પુરુષાર્થ કરો ધિક્કારરૂપ છે એમ જે ભાગ્યથી જ સર્વ સિદ્ધિ માને છે તે દૈવવાદી છે. સંગવાદી કહે છે કે, જ્ઞાનીઓની કૃપાથી જ સર્વકાર્યની સિદ્ધિ થાય છે. માટે સદાજ્ઞાનીના સંગમાં રહેવું તેવી
માન્યતા વાળાને સંયોગવાદી કહે છે. (૯) વિનયવાદી કહે છે કે, બધા દેવ, રાજા, જ્ઞાની, યતિ, બુઢા,
બાળક, માતા, પિતા, એમ આઠને મન, વચન, કાય અને દાન એમ ચારોથી વિનય કરવું એવા વિનયવાદી ગુણ, અગુણની પરીક્ષા કર્યા વિના બધાઓના વિનયથીજ સર્વ સિદ્ધિ માને છે તે વિનયવાદી છે.
(૧) લોકવાદી કહે છે કે, શું આ જગતમાં બધા કહે છે તે
છેટું છે ? જેમકે :- દ્રૌપદીને પાંચ પતિ હોવા છતાં સતિ