________________
કાર્ય છે તે તે પિતાના) પૌરુષ (પુરુષાર્થ) થી થયું કહીએ ત્યાં દેવ (કર્મ) નું ગૌણ પણું છે અને પૌરુષ પણું જ પ્રધાન પણું છે એમ પરસ્પર અપેક્ષાથી જાણવું તેજ સ્યાદ્વાદ છે. ભાવાર્થ- સ્વદ્વિાદીઓને દેવ, પૌરુષ બન્ને પક્ષ એકસ્વરૂપમાં કદી સંભવે નહીં અર્થાત્ એકજ સમયમાં બન્ને પક્ષને સમદ્વાદી કદી સ્વીકાર કરતા નથી. તેમ કરવાથી બન્નેમાં પરસ્પર વિરોધ આવે છે. અને એક સાથે અવકતવ્ય અથવા અવાઓ છે. કથંચિત્ સર્વ દેવકૃત (કર્મકૃત) છે. કથંચિત બુદ્ધિપૂર્વક હોવાથી સર્વ પૌરુષકૃત જ (પુરુષાર્થ કૃત) છે. કથંચિત્ ઉભયરૂપ છે, કથંચિત અવક્તવ્ય છે. કથંચિત દેવકૃત અવ્યકતવ્ય છે. કથંચિત પોષકૃત અવ્યકતવ્ય છે, કથંચિત ઉભયકૃત અવ્યક્તવ્ય છે એમ સાત ભગી પ્રક્રિયા પૂર્વક જોડીને કહેવું જોઈએ પણ એકાંત સ્થાદ્વાદી કદી કહેતા નથી. એકાંતે દેવકૃત જ માનવું અથવા એકાંતે પોષકૃત જ કાર્યની સિદ્ધિ માનવી તે મહાન દૂષણ છે તેને માટે આપ્તમીમાંસા અધ્યાય ૮ ગાથા ૮૮-૮૯ અને અષ્ટસહસ્ત્રી, આપ્તપરીક્ષા અદિ એકાંતવાદેના ખંડન કરેલ છે ત્યાંથી જોઈ લેવું. સ્થાનાભાવને કારણે લખેલ નથી. મુમુક્ષુએ સદા સ્યાદ્વાદ ગ્રહણ કરવા એગ્ય છે કારણ કે તેવું જ વસ્તુનું અનેકાંતમયસ્વરૂપ છે કોઈનું કરેલું નથી. એકાંતપક્ષ આમસ્વભાવને અહિતકર છે. મિથ્યા છે.
સર્વસના શાસનની મહિમાં માતાતિની વિશ્વવિદ્યાર ! भव्यैक शरणं जीयाच्छ्रीमत्सर्वज्ञ शासनम् ॥१०॥