________________
૩૯
ભાવાર્થ. આ સંસાર વિષે અજ્ઞાની પ્રાણી વિષય સુખ સેવે છે તેથી કમ બાંધે છે અને તેથી જન્મ જરા મરણ રૂ૫ રેગે કરી પીડિત થાય છે. ત્યાં જિનવચન રૂ૫ ઔષધ એવું છે કે જે વિષય સુખથી અરુચિ ઉત્પન્ન કરી તેનું વિરેચન કરે છે. જેમ ગરિક આહારથી મળ વધે ત્યારે જવર આદિ રોગ ઉત્પન્ન થાય ત્યારે તેના વિરેચન માટે હરડે અદિક ઔષધિ ઉપકારી થાય છે, તેમ જિનવચન ઉપકારી છે. તે વિષયથી વૈરાગ્ય થાય ત્યારે કર્મ બંધ ન થાય. જન્મ જરા મરણના રેગ મટે ત્યારે સંસારના દુઃખને અભાવ થાય, એમ જિનવચનને અમૃત સમાન જણી અંગીકાર કરવું. જેની કાળ લબ્ધિ સમીપ આવી ગઈ છે તે જ ભવ્ય આત્મા વ્યવહાર માત્ર શબ્દબ્રહ્માનું નિમિત્ત પામીને સ્વ સ્વરૂપમાં લીન થાય છે. વિશેષાર્થ - રાગ દ્વેષ અને મેહની મંદતાથી શાન્ત થએલ છે ચિત્ત જેનું એવા પુરુષ વિષે જેમના વચનરૂપી નિર્મળ દર્પણમાં સપૂર્ણ શાસ્ત્ર પ્રતિબિંબિત છે એવા જિનેન્દ્ર દેવનાં વચનામૃત ગુણને અર્થે જ થાય છે. જેમ ઉપશાંત થએલ છે વર જેનો એવા પુરુષને વિષે ચેજિત કરેલ (આપેલ) ઔષધ ગુણને અર્થે થાય છે, તેમ ઉપદેશ પણ ગુણને અર્થે થાય છે.
गहियं तं सुअणाणा पच्छा संवेयणेण भाविजा। ___ जो गहु सुवमबलंबइ सो मुज्झइ अप्पसमावं ॥४०९॥ અર્થ:- શ્રુતજ્ઞાનના આલંબનથી આ સવરૂપને યથાર્થ જાણ્યા પછી સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવ કરવો જોઈએ જે પુરુષ શ્રતજ્ઞાનનું અવલંબન નહિ રાખે, તે શુદ્ધાત્માસ્વરૂપને જાણી શકશે