________________
૩૯.
ભાવાર્થ:- આત્માનું પરમાર્થ (હિત) પેતાના શુદ્ધ સ્વરૂપમાં લીન થવું તે છે. માટે તે શાસ્ત્રોનુ ભણવું, સાંભળવું, બેઇજ્ઞાન કરવું, ધ્યાન કરવું, મહાન્ તપ કરવા તથા નિજ સ્વરૂપમાં લીન થવુ, તેજ સફળ છે. અન્ય સર્વે નિષ્ફળ ખેદ માત્ર છે.
अपारमतिगम्मीरं पुण्य तीर्थे पुरातनम् । पूर्वापरविरोधादिकलङ्क परिवर्जितम् ||४०७ ||
અર્થ:- શ્રુતજ્ઞાન અપાર છે. કેમકે તેના શબ્દેને પાર (ત) કોઇ પણ અલ્પજ્ઞાની પામી શક્તા નથી, તથા તે પરમ ગંભીર છે; કેમકે તેના અર્થના થાહ ( તાગ ) હર કાઇ નથી પામી શકતા, તથા પુણ્ય તી છે કેમકે તેમાં લેશ માત્ર પાપ નથી. અર્થાત્ નિર્દોષ છે, માટે જીવાને તારવાવાળું છે તથા પુરાતન છે, અર્થાત્ અનાદિથી ચાલ્યું આવે છે. અને પૂર્વાપર વિધ આદિ કલ કાથી રહિત છે.
जिनवचनमौषधमिदं विषयसुख विरेचनममृत भूतम् | जरामरणव्याधिहरणं क्षयकरणं सर्वदुःखानाम् ||४०८॥
સ::- આ અમૃત તુલ્ય જિન વચન સંજીવની ઔષધિ સમાન છે અને પાંચ ઇન્દ્રિયાના વિષય અને મનની મલિનતાથી માનેલ જે ઇન્દ્રિય સુખ તેનું વિરેચન એટલે દૂર કરવાવાળું છે. અર્થાત્ વિષય અને કષાયરૂપ મળના નાશ કરનાર છે. વળી તે ઔષધ અમૃતભૂત એટલે અમૃત સમાન છે તેથી જરામરણુરૂપ રોગ ના નાશ કરવાવાળું છે અને સર્વ દુ:ખનું ક્ષય કરવાવાળું છે.