________________
૩૯
શકાકાર- હે ભગવંત! નિરપેક્ષનયને નિયતિવાદ કેવા પ્રકારને હોય છે અર્થાત્ તેઓની માન્યતા કેવા પ્રકારની હોય છે તે આપ કૃપા કરી જણાવે. ઉત્તર- હે ભદ્ર! તે તમે શાંતિથી સાંભળે.
મિથ્યાનિયતિવાદ (જ્ઞાપકપક્ષ) નું રવરૂપ जत्तु जदा जेण जहा जस्स य णियमेव होदि तत्तु तदा । तेण तहा तस्स हवे इदि वादो णियदिवादो दु ॥४०१॥ को करइ कंटयाणं तिक्खत्तं मियविहंगमादीणं । विबिहत्तं तु सहाओ इदि संव्यपि य सहाआत्ति ॥४०२॥ અર્થ:- જે સમ્યમાં જેનાથી જેવું જેને નિયમથી થાય છે. તે, તે સમયમાં તેનાથી તેવું જ તેને થાય છે એવા નિયમથે જ બધી વસ્તુઓને માનવું તે નિયતિવાદ છે. કાંટા આદિ જે તીક્ષણ વસ્તુ છે તેનું તીકણપણું કોણે કર્યું? અને મૃગ તથા પક્ષી આદિ જે અનેક પ્રકારના (રંગથી) દેખાય છે તેને કોણે કર્યા? એવા પ્રકનનો ઉત્તર એવો આપે છે કે, તે બધામાં સ્વભાવ જ છે, એમ બધાને (અન્ય કારણવિના) સ્વભાવથી જ માનવું તેને સ્વભાવવાદી કહે છે ભાવાર્થ:- શ્રી જિનેન્દ્રદેવે (૩૬૩) ભેદેથી એકાંતવાદીઓના મતને મિથ્યમતવાળા કહ્યા છે જેવા કે- નિયતિવાદ, સ્વભાવવાદ, કાલવાદ, ઇશ્વરવાદ, આત્મવાદ, પૌરુષવાદ, દેવવાદ, સંયોગવાદ