________________
૩૯
રૂપ કારકપક્ષને નથી માનતા અને એકાંતે પૂર્વોક્ત ગાથાને માને છે તે જૈનત્વથી દૂર મિથ્યાષ્ટિ છે. માટે હે ભવ્ય ! પૂર્વોકત ગાથાને કારકપક્ષ (પુરુષાર્થ વાદ) સાથે જ્ઞાપકપક્ષને ગ્રહણ કરો જેથી એકાંતને દોષ આવશે નહીં જૈનદર્શન સાપેક્ષ નયને સમ્યકરૂપ માને છે અને નિરપેક્ષનયને મિથ્થારૂપ માને છે. શકાકાર - હે ભગવંત! સર્વદેવ વ્યવહારનયથી સર્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અવસ્થાને જાણે છે એમ જે કહેવામાં આવશે તે નિશ્ચયથી સર્વપણું જ રહ્યું નહીં ઉત્તર:- હે પ્રશ! કેવળી ભગવાન પિતાના આત્મિક સુખમાં તન્મય થઈ જેમ જાણે છે તેમ બાહ્ય પદાર્થોને જાણતા નથી તે કારણથી કહેવાય છે કે કેવળી ભગવાન વ્યવહારનયથી જાણે છે. બીજા નાં સુખ દુખ આદિને પોતાના આત્મિક સુખ સમાન તન્મય થઈ જાણે તે જેમ પિતાના આત્મિક સુખને અનુભવ કરતાં સુખી થાય છે તેમ અન્ય જીના સુખ દુઃખમાં તન્મય થતાં સુખી દુઃખી થવું જોઈએ પણ તેમ તે જણાતું નથી. પોતાના આત્મિક સુખના અનુભવની અપેક્ષાએ નિશ્ચય છે અને પરના સુખ દુઃખ અનુભવની અપેક્ષાથી વ્યવહાર માત્ર છે. .
" સર્વ જીવ પરપદાર્થોને નિશ્ચયથી ભેગવતાં જ નથી પણ પિતાના રાગાદિ પરિણામને જ નિશ્ચયથી ભેગવે છે. તેમ નિશ્ચયે અરિહંત પરમાત્મા પિતાના આત્મિક સુખને જ ભગવે છે પણ પરપદાર્થોને ભેગવે છે તેમ કહેવું માત્ર વ્યવહાર છે. જુઓ નિયમસાર ગાથા ૧૫૯-૧૬૬