________________
૩૮૭
છે અને તેની અવસ્થા અનિત્યરૂપ છે. કાર્યકારણ સંબંધ પુરુષાર્થ વાદને પોષક છે. ઉત્તર કાર્યની ઉપત્તિ પૂર્વગુવતી પર્યાય (ઉપાદાન) વિના ત્રણ કાળે દ્રવ્યની સિદ્ધિ થઈ શકતી નથી. ઉત્તર પર્યાયમાં રહેવાવાળા દ્રવ્યને ઉર્ધ્વતા સામાન્ય કહે છે તે તેની બધી અવસ્થાઓમાં સામાન્યરૂપ નિત્ય એકરૂપ છે.
“નિમિત્તામ્બાર્થસિદ્ધિ પ્રત્યેક કાર્યની સિદ્ધિ ઉપાદા અને નિમિત્ત બન્ને કારણથી થાય છે. જેમ ઘટતું ઉપાદાન કારણ માટી છે અને ચાક દંડાદિ નિમિત્ત કારણ છે તેમાં માટીની પર્યાય સ્વપ્રત્યયરૂપ છે અને ચકાદિ પર પદાર્થની પર્યાય પરપ્રત્યયરૂપ (કરણ) છે. અર્થાત્ સ્વરૂપકારણ અને પરરૂપકારણ વિના કાર્યની સિદ્ધિ અસંભવ છે.
સમ્યગ્દષ્ટિ આત્મા કાર્ય કારણ ભાવને યથાર્થ રૂપે જાતે હેવાથી પિતાનું હિત, અહિત કેઈ કરી શકે છે એવું ત્રણકાળે માનતો નથી પિતાની અવસ્થાને પોતે જ કર્તા છે ત્યારે પરદ્રવ્ય નિમિત્ત માત્ર છે. પરદ્રવ્ય મારા ગુણ પર્યાયમાં નિશ્ચયે વ્યાપતા નથી તેમજ તેઓ મારા કાર્યની ઉત્પત્તિના કારણ (કર્તા)નથી તે પછી મારું હિત, અહિત પરને આશ્રિત કેમ હોઈ શકે? નજ હોઈ શકે. એમ નિશ્ચયથી વસ્તુસ્વરૂપને જાણતે સમ્યગ્દષ્ટિ દઢ શ્રદ્ધાની હોય છે. જગતમાં કોઈ દ્રવ્ય કેઈ અન્ય દ્રવ્યના ગુણ પર્યાયમાં વ્યાપતા નથી તે કાર્ય કેવી રીતે કરી શકે? નજ કરી શકે. તેઓ માત્ર મારા કાર્યની ઉત્પત્તિમાં નિમિત્ત માત્ર છે. કર્તા કર્મ રૂપે કદી પણ નથી એવા જિનેન્દ્ર કથિત વચનને સભ્યશ્રદ્ધાની સમ્યગ્દષ્ટિ જીવ હોય છે તે એમ વિચારે છે કે -