________________
- ૩૮૨
પરમશુદ્ધપારિણમિકભવ ધ્યાનમાં ધ્યેયરૂપ છે પણ ધ્યાન રૂપ નથી કારણ ધ્યાન વિનાશક છે અને ધ્યેય સદા શાવત એકરૂપ છે.
णवि उप्पजह णवि मरह बंधु ण मुक्खुकरेइ , जिउ परमत्थे जोइया जिणवर एउमणेइ ॥३९५॥ અથ– પરમાર્થષ્ટિથી જોવામાં આવે તે આ આત્મા ને જન્મ છે, ન મરે છે, ન બંધ કરે છે, ન મોક્ષ કરે છે એમ જિનેન્દ્ર ભગવાને કહ્યું છે. ભાવાર્થ- પાંચ ભાવમાં પરમશુદ્ધપારિમિકભાવ ધ્યેયરૂપ છે અર્થાત્ મેક્ષરૂપ છે. પરંતુ ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવ ધ્યાનરૂપ છે. ઔદયિક ભાવમાં મેહની જ બંધના કારણભૂત છે. જ્યારે કાલિબ્ધિ આદિના નિમિત્તથી ભવ્યત્વ શકિતની પ્રગટતા થાય છે ત્યારે શુદ્ધાત્મ સન્મુખ જે પરિણામ થાય છે તે ભાવનારૂપ છે, તેજ મોક્ષને ઉપાય છે, તેજ રત્નત્રય સ્વરૂપ છે. તેજ આત્માના અનુભવરૂપ છે મોક્ષના કારણે ભાવોમાં ઉપયોગને સ્થિર કરી સ્વસ્વરૂપનો અનુભવકરી આત્મસુખને લાભ કરે ગ્ય છે.
એકદેશ શુદ્ધનયના આશ્રિતે જે ભાવના વિકાર રહિત સ્વસંવેદન લક્ષણરૂપ છે તે ક્ષેપથમિક જ્ઞાનરૂપ હોવાને કારણે જે કે એકદેશ વ્યકતરૂપ છે અર્થાત્ કેવલજ્ઞાનની માફક સર્વથા સર્વ દેશ વ્યક્ત (પ્રગટ) નથી તે પણ ધ્યાન કરવાવાલે પુરુષ એ ભાવના કરે છે કે, જે કઈ સપૂર્ણ આવરણથી રહિત અખંડ એક પ્રત્યક્ષ પ્રકાશમાન, અવિનાશી, શુદ્ધપારિણમિકભાવ સ્વરૂપ પરમાત્મતત્વ છે તેજ હું છું, હું અખંડ જ્ઞાનરૂપ છું.