________________
૩૮૧
શ્રદ્ધાન, જ્ઞાન અને ચારિત્રમય પર્યાયથી પરિણમન કરે છે. તે પરિણમનને આગમ પદ્ધતિએ ઓપથમિક, ક્ષયપશમિક, ક્ષાયિક ભાવ કહે છે અને આધ્યાત્મિક ભાષાની અપેક્ષાએ તે ભાવને શુદ્ધાત્મ સન્મુખ પરિણામ, શુદ્ધોપગ અદિ પર્યાયરૂપ નામથી કહે છે.
પરમશુદ્ધપરિણામિકભાવ જે શુદ્ધઆત્મિક દ્રવ્યરૂપ છે તે પૂર્વોક્ત પર્યાયરૂપ ભાવથી કેઈ અપેક્ષાથી ભિન્ન છે. કારણ કે તે ભાવો (પરિણતિ) ભાવનારૂપ છે જ્યારે શુદ્ધપારિણુમિકભાવ ભાવનારૂપ નથી. જે કોઈ એકાંતનયથી તે પરિણતિને શુદ્ધપારિણામિકભાવથી અભિન્ન માનવામાં આવે તે મહાન દેષ ઉત્પન્ન થશે. તે એવી રીતે કે ભાવનારૂપ પરિણતિ તે મેક્ષના કારણભૂત છે અને મોક્ષના કારણે નાશ થતાં શુદ્ધ પારિણમિકભાવને નાશ થઈ જશે પણ શુદ્ધપારિણામિકભાવ તે સદા દ્રવ્યરૂપ ધોવ અવિનાશી છે. - પરમશુદ્ધપારિણામિકભાવની પ્રાપ્તિના હેતુભૂત, ઓપશમિક, શપથમિક, અને ક્ષાયિક એમ ત્ર' ભાવ છે. તે રાગદ્વેષાદિ ભાવોથી રહિત હોવાને કારણે શુદ્ધઉપાદાનરૂપ હોવાથી મોક્ષનું કારણ થાય છે. પરમશુદ્ધપારિણમિકભાવ મોક્ષનું કારણ નથી અને જે શક્તિરૂપ મોક્ષ છે તે તે પરમશુદ્ધપરિણામિકરૂપ પહેલાથી જ વિદ્યમાન છે. વળી શુદ્ધ પારિણમિક ક્રિયા રહિત (નિષ્ક્રિય) છે અથવા બંધના કારણ ભૂત જે રાગદ્વેષાદિરૂપની પરિણતિ ક્રિયા છે, તે રૂપ પણ શુદ્ધપારિણુમિકભાવ નથી તથા મોક્ષના કારણરૂપ જે ક્રિયા અને શુદ્ધ સ્વરૂપની ભાવનારૂપ પરિણતિ છે તે રૂપ પણ નથી.