________________
૩૭૭
સર્વ આશંકાઓને મટાડી (સમાધાન કરી) કહે છે કે હે ભવ્ય ! તમારામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને,એવા સ્વસમયરૂપ પરિણમન સ્વરૂપ મોક્ષમાર્ગમાં પિતાને પરિણુમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવને પામીશ, ત્યારે તેમાં કાંઈ ત્યાગ ગ્રહણ જણાશે નહીં, એવા સાક્ષાત્ સમયસાર સ્વરૂપ પરમાર્થભૂત, નિશ્ચલ, શુદ્ધ, પૂર્ણજ્ઞાન (પૂર્ણ આત્મદ્રવ્યને) ને પ્રથમ શુદ્ધનયના જ્ઞાનમાં પૂર્ણ શ્રદ્ધાન કરવું. આમ જ્ઞાનનું જ્ઞાન, શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહને ત્યાગ કરી પૂર્ણજ્ઞાનને અભ્યાસ કરવો. ઉપગને જ્ઞાનમાં જ થંભાવો અને પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન ધ્યાનમાં લઈ ચિત્તને એકાગ્ર કરવું અને વારંવાર તેને જ સતત અભ્યાસ કરે, જયાં સુધી આવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર (બારમાં ગુણસ્થાન સુધી) રાખ અને કેવળજ્ઞાન ઉપજે ત્યારે પક્ષ છુટી પ્રત્યક્ષ (સાક્ષાત્) સર્વવિમાથી રહિત થયું થયું સર્વને દેખનાર–જાણનાર સ્થિત રહ્યું તેજ જ્ઞાન અમલ, નિશ્ચલ, મહિમાવંત, નિત્ય ઉદિત શુદ્ધજ્ઞાનઘનરૂપ દેદીપ્યમાન (પ્રકાશમાની રહે છે તે સાદી અનંત કાળ સુધી આનંદનું દાતા, અનંત ચતુષ્ટયનું સ્વામી દ્રવ્યભાવે પરિપૂર્ણ જયવંત રહે છે.
દયાન ધ્યાતા દયેયનું સ્વરૂપ, मोक्षं कुर्वन्ति मिश्रौपशमिक क्षायिकाविद्याः । बंधमौदयिको भागो निष्क्रयः पारिणमिकः ॥३९४॥