________________
૩૭૯
ઉતરઃ- હૈ ભવ્ય ! કેવલજ્ઞાન તા કેવલ લરૂપ છે જે ઉત્પન્ન કરવામાં આવે છે. અવધિજ્ઞાન અને મન.પર્યંચજ્ઞાન બન્ને તે મૂર્તિ ક પદાર્થને જાણે છે તેથી તે અને નાના મેાક્ષના કારણભૂત નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તે બાહ્ય વિષયેાના જ્ઞાનમાંથી છુટી જ્યારે વિકલ્પરહિત પાતાના શુદ્ધાત્માની સન્મુખ થઇ નિર્વિકલ્પભાવે પેાતાના આત્માને અનુભવે છે ત્યારેજ મતિશ્રુતજ્ઞાન મેાક્ષનું કારણ થાય છે.
પંચેન્દ્રિય વિષયેાથી મતિ, શ્રુતજ્ઞાન દૂર રહે છે ત્યારે તેને અતીન્દ્રિય જ્ઞાન કહે છે અને શુદ્ધપારિણામિકભાવ સંબંધમાં તે વિકાર રહિત ભાવનારૂપ હેાવાથી તેને સ્વસ ંવેદન જ્ઞાન કહ્યું છે.
તેરમાં ગુણસ્થાન વિના સંસારી જીવાને ક્ષાયક જ્ઞાન હાતુ નથી. ક્ષયાપશમિક જ્ઞાન જો કે વિશેષ ભેદજ્ઞાનરૂપ છે અને તે માક્ષના કારણભૂત એટલા માટે છે કે, તે સમસ્ત મિથ્યાત્વ અને રાગાદિ વિકલ્પાની ઉપાધિથી રહિત પાતાના શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થવાવાળું પરમ આહલાદક સુખામૃતરસના આસ્વાદરૂપ, પરમસમતારસમય પરિણામ દ્વારા અનંત ચતુષ્ટયરૂપ મેક્ષ ફલના કાર્ય ભૂત હાવાથી તે એકદ્રેશ શુદ્ધનિશ્ચયનયથી મૃદ્ધ ઉપાદાન કારણ છે, અર્થાત્ આત્માનુભવમાં મન દ્વારા આત્માનું ગ્રહણ અને મનન થાય છે, તેથીજ તે લેવિજ્ઞાન છે મને તેજ મેાક્ષનું સાધન છે.
શકાકાર :- હે ભગવંત ! તપશ્ચરણ, સયમ, પ્રવજ્યા, સૂત્રાદિને જ્ઞાનજ કહ્યુ છે તે તે એવી કઇ નય છે.?