________________
ઉત્તર:- હે શિષ્ય ! છ0નું જ્ઞાન કથંચિત શુદ્ધ અને કથંચિતૂ. અશુદ્ધ છે. તે છે કે, કેવળજ્ઞાનની અપેક્ષાથી શુદ્ધ નથી તે પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી રહિત સરાગસમ્યગ્દર્શન અને સરગચારિત્રની અપેક્ષાએ અથવા વીતરાગ (રાગદ્વેષાદિથી રહિત) સમ્યગ્દર્શન અને સચચારિત્રની સાથે હોવાથી શુદ્ધ છે અને અભેદનયથી છઘ નું જે ભેદજ્ઞાન છે તે જ આત્માનું સ્વરૂપ છે. તેનાથી એકદેશ પ્રગટરૂપ આત્માનુભવરૂપ જ્ઞાનથી સર્વ પ્રકારે વ્યકતરૂપ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેમાં કઈ પ્રકારે દેષ નથી. શંકાકાર – હે ભગવંત ! છદ્મસ્થનું જ્ઞાન કર્મોના આવરણ સહિત છે તથા ક્ષયપશામિક ભાવરૂ૫ છે તેથી કેમ શુદ્ધ થઈ શકે તેમજ આ જ્ઞાનથી મેક્ષ પણ કેમ થઈ શકે ? ઉત્તર-હે ભવ્ય ! કેવલજ્ઞાનની અપેક્ષાએ છઘસ્થનું જ્ઞાન આવરણ સહિત છે. તેમ છતાં તે ક્ષયે પથમિક જ્ઞાન એકદેશ નિરાવરણ છે. શકાકાર- હે ભગવંત! આપે આગળ કહ્યું કે સર્વ જેને પરમ શુદ્ધ પારિણુમિકભાવ છે તો આ ગાથા અનુસાર પરમભાવથી જ મેક્ષ જોઈએ પણ ક્ષયે પશમિક ભાવથી ન જ થવો જોઈએ ? ઉત્તરા- હે ભવ્ય ! કેવલજ્ઞાનની પહેલા પરમ પરિણામિકભાવ છદ્મસ્થ અવરથામાં શક્તિ માત્રથી શુદ્ધપણું છે પણ વ્યક્તરૂપથી શુદ્ધપણું નથી. કારણ પરિણામિકભાવ ત્રણ પ્રકારના છે (૧)જીવત્વ (૨) ભવ્યત્વ અને (૩) અભવ્યત્વ તેમાં અભવ્યત્વ તે મુક્તિનું કારણ છે જ નહીં, બાકી જીવત્વ અને ભવ્યત્વે બે ભાવ રહ્યા; તેમાં જ્યારે