________________
૩૭૪
પશમસમ્યકત્વમાં ક્ષપશમ અને ક્ષાયકસમ્યકત્વમાં ક્ષાયકભાવ કહે છે.
જ્ઞાન, જ્ઞાતા, સેય નું સ્વરૂપ. शुद्धं तु विजानन् शुद्धं चैवात्मानं लभते जीवः।
जानंस्त्व शुद्धम शुद्धमेवात्मानं लभते ।३९३॥ અર્થ – શુદ્ધ આત્માને જાગૃત (અનુભવત) જીવ શુદ્ધાત્માને જ પામે છે. અને અશુદ્ધાત્મને જાણ (અનુભવત) જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. ભાવાર્થ- જ્ઞાની જીવ (રાગાદિ) ભાવકર્મ, (જ્ઞાનાવરણદિ) દ્રવ્યકર્મ, (શરીરાદિ, કર્મ, એમ ત્રણ પ્રકારના કર્મોથી રહિત અનંતજ્ઞાનાદિ ચતુષ્ટયરૂપ આત્માના સુખનો ભેદજ્ઞાનના પ્રતાપથી અનુભવ કરે છે, તે પિતાના આત્માને શુદ્ધ જ પામે છે. અર્થાત જેવું ઉપાદાન કારણ હોય છે. તેવું જ કાર્ય થાય એ નિયમ છે. જે કોઈ જ્ઞાની શુદ્ધોપયોગની ભાવના કરે છે તે શુદ્ધ થાય છે અને જે અશુદ્ધોપગની ભાવના કરે છે તે અશુદ્ધતાને પામે છે. જે જવ પિતાના આત્માને શુદ્ધરૂપ અનુભવ કરે છે તે શુદ્ધસ્વરૂપ આત્માને પામે છે. અને જે જીવ અશુદ્ધરૂપ પોતાના આત્માને અનુભવે છે તે અશુદ્ધ આત્માને પામે છે. શંકાકાર- હે ભગવંત! કેવલજ્ઞાન શુદ્ધ છે અને છઘસ્થનું જ્ઞાન અશુદ્ધ છે. તે અશુદ્ધજ્ઞાન શુદ્ધ કેવલજ્ઞાનનું કારણ કેમ થઈ શકે ?