________________
૩૫૯
અથોત સ્વરૂપમયજ્ઞાન છે. તે કારણે સ્વભાવજ્ઞાન દ્વારા કાર્ય સ્વભાવજ્ઞાન (કેવળજ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે. સમ્યક વિભાવજ્ઞાનેપગ:- સંજ્ઞાન (સમ્યજ્ઞાન) પરમ આત્મિકભાવમાં સ્થિર રહેવાવાલા સમ્યગ્દષ્ટિ જીવને સુમતિ, સુશ્રત, સુઅવધિ, મન:પર્યયજ્ઞાનમાંથી ઓછામાં ઓછા બે, સુમતિ સુકૃત અને કઈ કઈને સુદેશાવધિ અને કઈ કઈ મુનિશ્વર વિશિષ્ટ સંયમધને પરમાવધિ, સર્વાવધિ અને મન:પર્યયજ્ઞાન હોય છે.
જે સ્વરૂપનું સહજ જ્ઞાન છે તે પોતાના શુદ્ધ અન્તરંગ તત્વરૂપ પરમાત્મતત્ત્વમાં વ્યાપક છે અર્થાત્ ફેલાએલ હોવાથી સહજકારણુજ્ઞાન, સ્વરૂપ પ્રત્યક્ષ છે. અને કેવલજ્ઞાન કાર્ય સકલ પ્રત્યક્ષ છે. સાક્ષાત મોક્ષનું મૂલ એક નિજ પરમતત્વમાં સહજજ્ઞાન લવલીન છે. તે સહજ (સ્વાભાવિક) જ્ઞાન ભવ્ય જીવને પરમ સ્વભાવ હોવાથી ઉપાદેય છે તે જ પોતાનું જ્ઞાનાનંદ સ્વરૂપ સ્વાભાવિક સહજજ્ઞાન છે તેના સિવાય અન્ય કઈ પણ જ્ઞાન ઉપાદેય નથી. આ સહજજ્ઞાન ચૈતન્ય વિલાસરૂપ નિત્ય, સ્વાભાવિક પરમ વીતરાગ સુખામૃતમય, સર્વબાધા આવરણે રહિત, પરમ ચૈતન્ય વિલાસરૂપ, શક્તિરૂપ સદા અન્તર્મુખ પિતાના સ્વરૂપમાં નિશ્ચલ સ્થિતિરૂપ સ્વાભાવિક પરમચારિત્રમય છે. અનંત ચતુષ્ટય જ્ઞાન, દર્શન, સુખ, વીર્યમય સ્વભાવને સનાથ સ્વામી છે.
વસ્તુ સામાન્યવિશેષાત્મક હોવાથી તેમાં ક્ષણિક બંધમેક્ષની અપેક્ષા સર્વથા છે જ નહીં એમ માનવું તે એકાંત