________________
સદા પાવનરૂપ નિજસ્વભાવ કહેવામાં આવ્યો છે. જે નિરાવરણ કારણ સમયસાર સ્વરૂપ નિજ સ્વભાવ સત્તા માત્ર છે. અર્થાત પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે. અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળ સ્થિતિમય શુદ્ધ ચારિત્ર સ્વરૂપ છે. જે નિત્ય નિરંજન શુદ્ધ કારણ સ્વભાવષ્ટિ અર્થાત્ સહજદર્શન શુદ્ધાતમાની સ્વરૂપ શ્રદ્ધાન માત્ર જ છે (દર્શન અપેક્ષાએ પિતાના સ્વરૂપ અપેક્ષાએ શ્રદ્ધાન માત્ર છે અને દૃષ્ટિ અપેક્ષાએ સામાન્ય પ્રતિભાસ અંતર ચિત્રકાશ માત્ર છે.)
કાર્યસ્વભાવદષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતિ કર્મોનો ક્ષયથી ઉન્ન થાય છે. જે પ્રમાણે ક્ષાયિક જીવે નિર્મળ કેવલજ્ઞાન વડે ત્રણ ભૂવનને જાણ્યાં છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમવીતરાગસુખામૃતને જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા, શુદ્ધસદ્દભૂત વ્યવહારનયાત્મક છે અને જે ત્રિલોકના ભવ્યજનેને પ્રત્યક્ષ વંદનાયેગ્ય છે. એવા તીર્થંકર પરમદેવને કેવળજ્ઞાનની માફક આ કાર્યદષ્ટિ પણ યુગ૫૬ હેકલેકમાં વ્યાપારી છે.
દર્શન,જ્ઞાન ચારિત્રરૂપે પરિણમતું એવું જે એક ચૈતન્ય સામાન્યરૂપ નિજ આત્મતત્વ જ મેક્ષેચ્છુઓને ધ્યેયરૂપ છે કે જે સમસ્ત વિભાવ ગુણ પર્યાયોથી રહિત સદા પિતાના બધા પ્રજનની સિદ્ધિ માટે સંપૂર્ણ છે એવું પોતાનું જીવતત્ત્વ વારંવાર ભાવના કરવા યોગ્ય અને નમન કરવા યોગ્ય છે જેને આશ્રિતે ધર્મ પ્રગટે છે. એવું ધમી જીવતત્વ જ ઉપાદેય છે.