________________
થાય છે ત્યારે ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ અરિહંત અવસ્થા ઉત્પન્ન થાય છે. અથવા સૂફમત્ર જુસૂત્રનયના અભિપ્રાયથી છ દ્રવ્યોમાં સાધારણ સૂક્ષ્મ જે અર્થ પર્યાયે છે તે જ પર્યાયે શુદ્ધ પર્યાય છે. વિશેષાર્થ – જે દ્રવ્યોની સમસ્ત પર્યાયમાં અનુવતિ થઈને રહે તે ગુણ કહેવાય છે. અનંત ગુણેનો સમુદાયરૂપ અખંડ પિંડ તે દ્રવ્ય કહેવાય છે. એટલે જ્યારે ગુણેમાં વિકારથાય છે ત્યારે દ્રવ્યમાં અવશ્યભાવી થાય જ છે. જુદા જુદા ગુણોના વિકારોને પોય કહે છે. તે પ્રમાણે સંપૂર્ણ ગુણના પિંડ સ્વરૂપ દ્રવ્યનું પણ પરિણમન થાય છે. તેને પણ પર્યાય કહે છે પ્રદેશત્ત્વગુણ છેડીને આત્માના બીજા અનંત ગુણનું પોત પોતાના સ્વરૂપમાં પરિણમન થાય છે, તેમાં અન્ય ગુણને વિકાર અન્ય ગુણના વિકારથી કાંઈ સંબંધ નથી તેને અર્થપર્યાય કહે છે. તે પર્યાય સ્વભાવ અને વિભાવ બે પ્રકારની થાય છે. સ્વભાવ પર્યાય તેને કહે છે કે જેમાં બીજાનું નિમિત્ત ન હોય, પણ જેમાં પોતાનું નિમિત્ત પોતે જ હેય જેમ કે – જીવદ્રવ્યના જ્ઞાનગુણની કેવલજ્ઞાન પર્યાય તેને ગુણપર્યાય અથવા અર્થ પર્યાય વા ગુણાંશ પણ કહે છે. વિભાવ પર્યાય તેને કહે છે કે જે પરના નિમિત્તથી થાય છે જેમકે- જ્ઞાનગુણની મતિજ્ઞાનાદિ પર્યાય.
બધા દ્રવ્યમાં એક સાધારણ પ્રદેશત્વ ગુણ હોય છે. તેને અભિપ્રાય એ હોય છે કે દ્રવ્યને સદા કઈને કઈ આકાર અવશ્ય હોય છે. દ્રવ્યને નાને માટે આકાર થાય છે તે પ્રદેશવગુણના વિકાર પરિણમનથી થાય છે, જીવની નર નારકાદિ પર્યાય તેને દ્રવ્યપર્યાય અથવા વિભાવવ્યંજનપર્યાય વા દ્રવ્યાંથ