________________
૩૦૧
સારાંશ:- આત્મા, આત્માના અનંત ગુણ્ણા અને તેની અનાદિઅનંત, એકરૂપ, શાશ્વત, નિરાવરણ, નિરપેક્ષ, શકિતરૂપ અવસ્થા ત્રિકાળ પડી છે તેને કારણશુદ્ધપર્યાય અથવા કારણધ્રૌવપર્યાય કહે છે. જેવા દ્રવ્ય ગુણ છે તેવા જ તેના આકાર પણ ત્રિકાળ એકરૂપ હાય છે તે પ્રમાણે આત્માના પ્રત્યેક ગુણુની નિરપેક્ષ ત્રિકાળ એકરૂપ શકિતરૂપ અવસ્થા છે તેને કારણશુદ્ધ પર્યાય કડે છે.
પરમસ્વભાવ અર્થાત્ પરમશુદ્ધપરિણામિકભાવ જે દ્રવ્યરૂપ નિગેદથી લગાડી બધા સંસારી જીવામાં શકિતરૂપ અાર્દિ અનંત શાશ્ર્વત સમાનરૂપ છે તેની અંદર ત્રિકાળ એકરૂપ ધ્રુવ અવસ્થા અપ્રગટ પરિણમનરૂપ પડી છે તેને કારણશુદ્ધપર્યાય કહે છે તેનુ સભ્યપુરુષાર્થથી પ્રગટ કરવામાં આવેલ એક સમયમાં ઉત્પાદ વ્યયરૂપ ભેગવાવાલી અવસ્થા તેને કાર્ય શુદ્ધપર્યાય કહે છે તે સાદી અનંત કાળ સુધી સદ્દેશ પરિણામરૂપ (અદ્વૈત પરમ કાર્ય કારણ ભાવ એકરૂપ) રહે છે.
કારશુદ્ધપર્યાયનું જે પ્રગટ પરિણમન હોય ત। બધા આત્માઓને સમાન સુખ પ્રગટરૂપ જણાવું જોઇએ. એમ થતાં, પુન્ય પાપ, અર્થાત્ સંસાર, મોક્ષ કાંઈ રહેજ નહીં તેથી કાળુશુદ્ધપર્યાય સદાય અપ્રગટ પરિણમનરૂપ પંચમ પરમસ્વભાવના આશ્રિતે સદા ખિરાજમાન પ્રત્યેક જીવમાં શક્તિરૂપે વિદ્યમાન છે. તે જ સમ્યગ્દર્શનના વિષય છે.
સમ્યગ્દષ્ટિની દ્રવ્યદૃષ્ટિ ત્રિકાળી અખંડ અભેદ્ય વસ્તુ સામાન્ય (વસ્તુ ત્રિકાળ તેના અનંત ગુણા ત્રિકાળ, પ્રત્યેક ગુણની