________________
૩૭૦
(૧) અને તભાગવૃદ્ધિ (૨) અસંખ્યાતભાગવૃદ્ધિ (૩) સ ંખ્યાતભાગવૃદ્ધિ (૪) સ ંખ્યાતગુણવૃદ્ધિ (૫) અસંખ્યાતગુણવૃદ્ધિ (f) અનંતગુણવૃદ્ધિ એ પ્રમાણે છ બેદરૂપ વૃદ્ધિ અને (૧) અનંતભાગહાનિ (૨) અસંખ્યાતભાગહાનિ (૩) સંખ્યાતભાગડ્ડાનિ (૪) સંખ્યાતગુણુદ્ઘાતિ (૫) અસંખ્યાતગુણુહાનિ (૬) અનંતગુણાનિ એમ છ ભેદરૂપ હાનિ થઇ. એ પ્રમાણે ખા૨ પ્રકારમાંથી કોઈને કાઇ ભેદને લઈને પદાર્થમાં તથા તેના ગુણ્ણામાં સ્વભાવથી પરિણમન થઈ રહ્યા છે તેને સ્વભાવપર્યાય કહે છે.
અગુલગુણનું સૂક્ષ્મ પરિણમન સમયે સમયે થાય છે, તે વચન અગેાચર છે અને આગમ પ્રમાણથી તેને જાણવું જોઇએ. જેનામાં રાગ, દ્વેષ, માહુ અને ખ્યાતિ, લાભ; પુજાની ઈચ્છા નથી એવા જિનેન્દ્ર, પરમવીતરાગી, સર્વજ્ઞ, પરમાત્મા છે જેમણે પેાતાના પૂર્વકાળમાં બાંધેલ શુભવચન વર્ગણુાના ઉદયથી ભવ્ય થવાના પુણ્યકર્માંના નિમિત્તથી વગર ઇચ્છાએ શુભયોગે સ્વયં સત્યાર્થ વસ્તુસ્વરૂપનું કથન કરે છે તે દિવ્યવાણીના વચનને મનન, ધારણા, વિચારણાથી પેાતાના આત્માને હિતકર જાણી સદાય ચર્ચા કરવા ચેાગ્ય છે.
ગુણુના નિમિત્તથી દ્રવ્ય-પ્રદેશત્વ અથવા ક્ષેત્રપણાને પ્રાપ્ત થાય અર્થાત્ જેના ક્ષેત્ર વિસ્તારથી માપ થાય તેને પ્રદે
ત્વ ગુણ કહે છે. જેટલા આકાશના ક્ષેત્રને એક અવિભાગી પુઙ્ગલ પરમાણુ ઘેરે તેટલા ક્ષેત્રના માપને પ્રદેશ કહે છે. બધા અમૂર્તિક દ્રવ્યોનું માપ આનાથી કરવામાં આવે છે.