________________
૩૬૭ કારણ શુદ્ધપર્યાય અને કાશુદ્ધપર્યાય. नरनारकतिर्यकसुराः पर्यायास्ते विभावा इति भणिताः । कर्मोपाधिविवर्जितपर्यायास्ते स्वभावा इति भणिताः ॥३९१॥ અર્થ:- નર, નારક, પશુ અને દેવ તે ચાર વિભાવપર્યાય છે. જે પર્યાય કર્મીની ઉપાધિથી રહિત છે તે સ્વભાવ પર્યાય છે. ભાવાર્થ – સ્વભાવ પર્યાય બે પ્રકારની છે. [૧] કારણ શુદ્ધપર્યાય [૨] કાર્યશુદ્ધપર્યાય છે. યુદ્ધનિશ્ચયનયની અપેક્ષાથી આદિ અંત રહિત અમૂર્તિક, અતીન્દ્રિય, સ્વભાવથી શુદ્ધ સ્વાભાવિક [ સહજ ] જ્ઞાન, શુદ્ધસ્વાભાવિકદર્શન, શુદ્ધસ્વાભાવિકચારિત્ર, શુદ્ધસ્વભાવિક પરમવીતરાગ સુખમય શુદ્ધઅંતરંગ તરવરૂપ સ્વભાવમય અનંત ચતુષ્ટય જે નિજ સ્વરૂપ છે તેની સાથે તમયપણે સદાકાળ શાશ્વત એક ધ્રુવરૂપ રહેલી પંચમભાવરૂપ પરમશુદ્ધપરિણામિકભાવની પરિણતિ છે તે જ કારણ શુદ્ધ પર્યાય છે.
શુદ્ધસદભુતવ્યવહારનયથી તે કારણશુદ્ધપર્યાયની કાર્ય શુદ્ધપર્યાયરૂપ ઉત્પત્તિ જે આદિ સહિત અને અંતરહિત એવી અમૂર્તિક, અતીન્દ્રિય, કેવલજ્ઞાન, કેવલદર્શન, કેવલસુખ અને કેવલવીય સહિત ફલરૂપ અનંત ચતુષ્ટયની સાથમાં તન્મયપણે રહેલી જે પરમોત્કૃષ્ટ ક્ષાયકભાવની શ્રદ્ધપરિણતિ તે જ કાર્ય શુદ્ધપર્યાય છે,
'',
- શુદ્ધનિશ્ચયનયથી શુદ્ધાત્મસ્વરૂપ નિજ પરમાત્મતત્વ ધ્યાનમાં ધ્યેયરૂપ આશ્રય કરવાથી ચાર ઘાતિયા કર્મોને નાશ