________________
૩૬૭
દેષ છે. વસ્તુ ભેદવાળી છે પણ અહીં દષ્ટિના અભેદ સામાન્ય વસ્તુની નિરપેક્ષતામાં વિશેષનું ગૌણપણું હેવાથી વર્તમાન વિષયના લક્ષમાં) માં ભેદ પડતાં નથી. ભેદ પાડે વસ્તુ સામાન્ય અભેદ ગ્રહણ થઈ શકતી નથી. સમ્યગ્દર્શનને આશ્રય (વિષય). સામાન્ય એકરૂપ નિરપેક્ષ પરમશુદ્ધ અખંડતત્વ (દ્રવ્ય) છે તેમાં પુણ્ય, પાપાદિ વિકલ્પને કે ક્ષણિક અવસ્થાને પણ આશ્રય નથી ક્ષણિક અવસ્થાને આશ્રિતે અખંડપણું પ્રગટે નહીં અથોત સમ્યગ્દર્શનની અવસ્થા જેવા જ આત્મા નથી.
આત્મા એક વસ્તુ છે. અનાદિ અનંત એકરૂપ, નિરાવરણ આનંદકંદનીમૂર્તિ, નિરપેક્ષ, અનેક શક્તિને પિંડ શુદ્ધ છે, એવી સ્વભાવની ભાવનાથી અર્થાત્ શ્રદ્ધાન, જ્ઞાન અને અંતરંગ રમણતાથી જ પરમાત્મદશા અર્થાત કેવળજ્ઞાન દશા પ્રગટ થાય છે. - પરમ નિરપેક્ષ નિશ્ચયનયને વિષયભૂત પરમશુદ્ધપરમાત્મતત્વ કે છે - નિરપેક્ષ, અનાદિ અનંત; ધારાપ્રવાહી, અટુ, નિશ્ચલ કારણ સમયસાર ભગવાનમાં મિક્ષ કે મેક્ષમાર્ગના વિકલ્પની અપેક્ષા વિનાનું શુદ્ધતત્વ છે, તેની પ્રાપ્તિના કારણરૂપ સમ્યગ્દર્શન [સમ્યગ્રતીતિ-શ્રદ્ધાન] સમજ્ઞાન [પરિજ્ઞાન અને આત્મરમણતા સ્વરૂપ શુદ્ધરત્નત્રય તે મોક્ષમાર્ગ છે. સારાંશ- મતિ, શ્રત કે કેવલજ્ઞાનના કારણરૂપ સહજજ્ઞાન (સ્વરૂપજ્ઞાન) તે આત્માનું કારણ સ્વભાવજ્ઞાન ત્રિકાલ ઉપાધિરહિત (નિરુપાધિક-વિભાવરહિત) અનાદિ અનંત ધ્રુવ પર્યાયરૂપ છે, તે પરમશુદ્ધ પરિણામિકભાવમાં સ્થિત છે.