________________
૩૪૫
પશમ થતાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. તેમજ મિથ્યાષ્ટિના ઉપદેશથી ભવ્યજીવનું મિથ્યાત્વ ગળવું શરૂ થયું હતું પણ સપૂર્ણરૂપે નાશ થવાને વખત આવ્યો ત્યારે તેને ઉપદેશસ્થાન છોડી આપ્યું હતું અને સમ્યગ્દષ્ટિ મુનિના ઉપદેશમાં જતાં દર્શનમેહનીયકર્મ સંપૂર્ણ ગળી જતાં અથવા ક્ષય, ઉપશમ, ક્ષપશમ થતાં જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અથવા છદ્રવ્ય, નવ પદાર્થના ઉપદેશિત તત્વાર્થને ધારણ કરવાની પ્રાપ્તિ (જેને દેશનાલબ્ધિ કહે છે) ના સંસ્કાર વડે નરકાદિમાં કે જ્યાં ઉપદેશ દેવાવાલા નથી ત્યાં પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સારાંશ :એ છે કે ભવ્ય જીવને છ દ્રવ્ય નવ પદાર્થના ઉપદેશની પ્રાપ્તિ ધારણપૂર્વક જે એકવાર પણ થઈ જાય તો તે જીવ તે સંસ્કાર વડે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિ કોઈના (જિનકથિત) ઉપદેશથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. જેમ કૃતકત્ય વેદક સમ્યગ્દર્શન માંથી ક્ષાયક થવાને કાળ આવ્યો કે તે જીવે કેવળી કે શ્રુતકેવળીના સમાગમને છેડી અન્ય સ્થળે જતાં ત્યાં ક્ષાયક સમ્યગ્દર્શન થાય છે તેમ સમજવું ( જુવે ભગવતી આરાધના પૃષ્ઠ ૬૬૦) પણ હઠાગ્રહ કરવો મુમુક્ષુઓને ધર્મ નથી. છઘસ્થ તેને કહે છે કે જેનું જ્ઞાન સપૂર્ણ પદાર્થને જાણવું અશક્ય છે તે તેની ભૂલ થવી શું શક્ય નથી? છવસ્થ ભૂલને પાત્ર છે અને કેવલીભગવંતે ભૂલને પાત્ર નથી. તે દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભૂલ થવા સંભવ છે. ગણધરાદિ દ્વાદશાંગના શ્રતજ્ઞાનીઓની આશંકાનું નિરાકરણ (નિવારણ) કરવા ભગવંતની વાણી સ્વયં ખરતી હતી (ઝરતી હતી, તે પછી આપણું જેવા અપજ્ઞાનીઓના જ્ઞાનનાં શું મૂલ્ય કાંઈ જ નહી. માટે