________________
૩૫૪
પણ તેવું જ છે. શાથી? નિજ પરમાત્મામાં રહેલા સહજ દર્શન સહજચારિત્ર, સહજસુખ અને સહજપરમચિન્શક્તિરૂપ નિજકારણ સમયસારના (અનંત ચતુષ્ટય) સ્વરૂપને યુગપત્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. હવે આ (નીચે પ્રમાણે) શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને તેના ભેદ કહેવામાં આવે છે. મતિજ્ઞાન-ત્રણ પ્રકારનું છેઉપલબ્ધિ, ભાવના ઉપયોગ (મતિજ્ઞાનાવરણકર્મના ક્ષયે પશમથી અર્થ ગ્રહણ શક્તિ અર્થાત પદાર્થ જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે. (જાણેલા પદાર્થ પ્રત્યે વારંવાર ચિંતવન) તે ભાવના છે. (આ પીળું છે કાળું છે ઇત્યાદિ અર્થ ગ્રહણ વ્યાપાર અર્થાત પદાર્થ જાણવાનો વ્યાપાર) તે ઉપગ છે. તથા મતિજ્ઞાન અવગ્રહાદિથી ચાર લેદવાળું છે. (૧) અવગ્રહ, ઈહા, (વિચારણ) અવાય, (નિર્ણય) ધારણા, (કાલાંતરમાં ન ભૂલાય) અથવા મતિજ્ઞાન બાર ભેદ વાળું છે. (૧) બહુ (૨) એક (૩) બહુવિધ (૪) એકવિધ (૫) ક્ષિક (૬) અક્ષિપ્રા (૭) અનિરુત (૮) નિરુત (૯) અનુક્ત (૧૦) ઉક્ત (૧૧) ઇવ (૧૨) અધવ આદિ અનેક ભેદવાળું છે. (જુ મટયાર ગાથા ૩૧૩ માંથી વધારે ખુલાસે મલશે). શ્રુતજ્ઞાન—લબ્ધિ, ભાવના, ઉપગ, અને નય એમ ચાર પ્રકારનું છે. (જુઓ પંચાસ્તિકાય શ્રી જ્યસેનાચાર્ય કૃત ગાથા ૪૫ તથા ગોમટસાર છવકાંડ ગાથા ૩૧૪ થી ૩૫૯ માં જેવાથી વધારે ખુલાસે મલશે.) (શ્રુતજ્ઞાનાવરણયકર્મના ક્ષયોપશમથી મૂર્ત અને અમૂર્ત પદાર્થોને ગ્રહણ કરવાની શકિત અર્થાત્ પદાર્થને વિશેષ પ્રકારે