________________
(૩૫૩
છે સમ્યજ્ઞાન ચાર ભેદવાળું છે. મતિ, શ્રત, અવધિ તથા મન:પર્યય અને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) ત્રણ પ્રકારનું છે કુમતિ, કુત, કુઅવધિ.) ભાવાર્થ- આત્માને ચૈતન્ય અનુવતી (ચૈતન્યને અનુસરીને વર્તનાર) પરિણામ તે ઉપયોગ છે. ઉપગ તે જ ધર્મ છે, તેને ધારક જીવ ધમી છે. દીપક અને પ્રકાશના જે એમને સંબંધ છે. જ્ઞાન અને દર્શનના ભેદથી આ ઉપયોગ બે પ્રકારને છે. અર્થાત્ જ્ઞાને પગ-દર્શને પગ એમ બે પ્રકારે ઉપયોગ છે. આમાં જ્ઞાનોપયોગ પણ સ્વભાવ અને વિભાવના ભેદે બે પ્રકારનો છે. અર્થાત્ જ્ઞાનપગના બે પ્રકાર છે (૧) સ્વભાવજ્ઞાનપયોગ (૨) વિભાવ જ્ઞાનપયોગ છે. તેમાં સ્વભાવજ્ઞાન અમૂર્ત, અવ્યાબાધ, અતીન્દ્રિય અને અવિનાશી છે, તે પણ કાર્ય અને કારણ રૂપે બે પ્રકારનું છે. અર્થાત્ સ્વભાવજ્ઞાનના પણ બે પ્રકાર છે (૧) કાર્ય સ્વભાવજ્ઞાન (૨) કારણ સ્વભાવજ્ઞાન. કાર્ય સ્વભાવજ્ઞાન સકળ વિમળ (સર્વથા નિર્મળ) કેવલજ્ઞાન છે અને તેનું કારણ પરમ પરિણામિકભાવે રહેલું ત્રિકાળ નિરુપાધિરૂપ સહજજ્ઞાન છે. (કેવળ) વિભાવરૂપ જ્ઞાને પગ ત્રણ પ્રકારે છે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ (વિભંગ) છે.
જે ઉપાધિ વિનાના સ્વભાવવાળું શુદ્ધ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી ક્રમ, ઈન્દ્રિય અને (દેશ-કાળાદિ) આંતર રહિત છે, એક એક વરતુમાં નહિ વ્યાપતું હોવાથી સમસ્ત વસ્તુમાં વ્યાપતું હોવાથી અર્થાત્ અક્રમરૂપ સર્વ વસ્તુને જાણતું હવાથી) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણુજ્ઞાન