________________
મિક્ષાથીઓને પરમ ઉપાદેય છે. કારણ કે તે નિરંતર, અખંડ, અદ્વૈત, અનુપમ, નિરંજન, નિર્વિકાર, નિજ પરમકારણુપરમાત્મ તત્વમાં એ સઘળું છે. સારાંશ- નિર્ગદથી માંડીને પરમ સિદ્ધિ સુધીની સર્વ અવસ્થામાં રહેલું જે નિત્ય નિરંજન કેલ્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્ય સામાન્ય તે પરમાત્મતત્વ છે. તેને જ શુદ્ધ અંતઃ તત્વ, કારણ પરમાત્મા, પરમ પારિણમિક ભાવ આદિ નામેથી કહેવાય છે. શુદ્ધરત્નત્રયની પ્રાપ્તિ આ પરમાત્મતત્ત્વ ને આશ્રય કરવાથી જ થાય છે. પરમાત્મતત્વનો જઘન્ય આશ્રય સમ્યગ્દર્શનથી શરૂ થાય છે અને મધ્યમ આશ્રયની ભૂમિકા દેશવિરત, સકલ સંયમ થી વધતાં વધતાં (ઠરતાં ઠરતાં) તેરમાં ગુણસ્થાને પૂર્ણ આશ્રય થતાં કેવળજ્ઞાન અને સિદ્ધત્વ પામી છવ સર્વથા કૃતાર્થ થાય છે.
પરમાત્મતત્વને આશ્રય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચરિત્રથી શરૂ થતાં તેના નિશ્ચય સાધનારૂપ સત્યાર્થ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, પ્રાયશ્ચિત, સામાયિક, ભક્તિ, આવશ્યક, સમિતિ, ગુપ્તિ, સંયમ, તપ, સંવર, નિર્જરા, ધર્મધ્યાન, શુકલધ્યાન આદિ બધુંય તે રૂપજ છે. અર્થાત્ તે નિશ્ચય ની પ્રાપ્તિના સાધનભૂત વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન આદિ આગળમાં જે નિશ્ચયમાં કહા તે બધાં શુભવિકલ્પરૂપ ભાવે પરંપરા મેક્ષના કારણે હોવાથી તેને વ્યવહાર મેક્ષ માર્ગ કહેવામાં આવે છે.
સમ્યગ્દષ્ટિને પરમાત્મતતવના આશ્રિતે મોક્ષ માર્ગની પ્રાપ્તિનો અંશ પ્રગટ થયા છે, તે ઔપાધિક ઉછાળા મારતા