________________
૩૫૦
આ પરમભાવ સદા નિરજનરૂપ કરજથી રહિત, સંપૂર્ણ કમરૂપી કઠેર વિષવૃક્ષને જડમૂળથી નાશ કરવામાં સમર્થ છે. ત્રણ કાળમાં જેને કદીપણું આવરણ નથી થયું એ નિરાવરણું, નિજકારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાને જ સમ્યકત્વ છે. પરમભાવની શ્રદ્ધાનરૂપ સમ્યકત્વને તીવ્ર વિરોધી મિથ્યાત્વ કર્મનો ઉદય છે. તે પરમશુદ્ધભાવ જો કે શુદ્ધનિશ્ચયનયથી મિચ્છાદષ્ટિને પણ સદા વિદ્યમાન છે તે પણ તે ભાવ અવિદ્યમાન સમાન જ છે. કારણ કે મિદષ્ટિને તે પરમભાવનું ભાન જ નથી.
શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ નિત્યનિગેહવાસી જેને પણ હોય છે તે પણ અભવ્યત્વ પારિણામિક ભાવની અપેક્ષાથી તેઓને આ ભાવ સંભવ નથી.
અભવ્ય જીવોને પણ આ - પરમસ્વભાવપણું વસ્તુનિષ્ટ છે અર્થાત્ આત્મદ્રવ્યમાં શક્તિરૂપ શેભાયમાન છે પણ તેની વ્યકતતા નથી. વ્યવહારનયથી તે (અભવ્ય) માં પરમસ્વભાવરૂપ પરિણમનની યોગ્યતા નથી અને અત્યંત નિકટ આસન્નભવ્ય સુષ્ટિ જીવને આ પરમભાવ મંગલનું દાતાર છે.
- શુદ્ધાત્મદ્રવ્ય સામાન્યનું આલંબન માત્ર કરવાથી જ (પરમ શુદ્ધ પારિણમિકભાવનું) ક્ષાયકભાવરૂપ શુદ્ધ પર્યાય પ્રગટે છે; પણ ક્ષાયકભાવના અંશરૂપી શુદ્ધ પર્યાયના આલંબનથી ક્ષાયિક ભાવરૂપ શુદ્ધ અવસ્થા પ્રગટતી નથી. અર્થાત્ ચારે પ્રકારના વિભાવ સ્વભાવ ભાવને ત્યાગ કરાવી માત્ર એકરૂપ ત્રિકાળ નિત્ય શુદ્ધદ્રવ્ય સામાન્યરૂપ આત્મસ્વરૂપનું ધ્યેય જ