________________
૩૫૬
આવેલ કાર્યોનું જે કઈ પિતાના મનમાં ચિંતવન કરી રહ્યો છે તેને પ્રથાર્થ જાણે છે. જઘન્ય બે ત્રણ ભવનું અને ઉત્કૃષ્ટ સાત આઠ ભવનું પોતે પહેલા ચિંતવન કરેલ હેય તે, તથા બીજા જીવોનું પણ જાણી શકે છે. જઘન્ય ક્ષેત્ર ૩ થી ૯ ગાઉ અને ઉત્કૃષ્ટ ૩ થી ૯ યોજનાની અંદર કેઈ ચિંતવન કરી રહ્યા હોય તેની વાત જાણી શકે છે. - વિપુલમતિને વિષય સરલ તથા વક્ર મન, વચન, કાયથી કરવામાં આવેલ કાર્યોનું જે ચિંતવન કરતો હોય, તે પહેલાં ચિંતવન કર્યું હોય અને આગળ ચિંતવન કરશે તે બધાનું જ્ઞાન વિપુલમતિ જાણી શકે છે. જઘન્ય કાળ ૭ થી ૮ ભવ ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ. ક્ષેત્ર ૩ થી ૯ જન ઉત્કૃષ્ટ ૪૫ લાખ યેાજન માનુષાર પર્વતની અંદર જાણી શકે છે. પરમભાવમાં સ્થિત સમ્યગ્દષ્ટિને આ ચાર સભ્યજ્ઞાન હોય છે. (સુમતિ સુશ્રુત સર્વ સમ્યગ્દષ્ટિને હોય છે. સુઅવધિ કઈ કઈ સમ્યગ્દષ્ટિને હેય છે, અને મન:પર્યજ્ઞાન કઈ કઈ મુનિશ્વરોને હોય છે.) મિથ્યાદર્શન હેય ત્યાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન “કુમતિજ્ઞાન” કુશ્રુતજ્ઞાન અને વિસંગજ્ઞાન એવા નામાંતરને (અન્ય નામને) પામે છે. સહજજ્ઞાન, શુદ્ધઅંતતત્વરૂપ પરમતત્વમાં વ્યાપક હોવાથી, સ્વરૂપ પ્રત્યક્ષ છે. (સ્વરૂપ અપેક્ષાએ પ્રત્યક્ષ) કેવલજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન વિકલ પ્રત્યક્ષ [એક દેશ પ્રત્યક્ષ છે અર્થાત્ એક મન દ્વારા ઉત્પન્ન થાય છે. જુઓ પંચાધ્યાયી પ્રથમ અધ્યાય ગાથા ૬૯. ગે. . ગાથા ૪૪૫૪૪૭ તેને વિષય રૂપીદ્રવ્ય છે એવું આગમનું વચન છે. ]