________________
૩૪૭.
વચન છે એમ સમજી કરી લે છે, તે પણ તે જીવ સમ્યગ્દષ્ટિ જ છે. કારણ તેની ભૂલવાળી માન્યતા પણ અરિહંત ભગવાનના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધાન પૂર્વક છે ત્યાં સુધી તે તે જીવ સમ્યગ્દષ્ટિ છે પણ કોઈ વિશેષ જ્ઞાનીને વેગ મળતા પિતાની ભૂલ મટાડી આપે અથવા આગના પ્રમાણે આપી સમજાવવા છતાં અર્થાત્ સમી ચીન પદાર્થનું સ્વરૂપ સમજાવવા છતાં જે તે જીવે પૂર્વમાં અજ્ઞાનથી અતત્વ શ્રદ્ધાન કરેલ, તે ન છે. અર્થાત હઠાગ્રહ કરે તે તે જીવ તે જ કાલમાં મિથ્યાષ્ટિ થઈ જાય છે અથવા કહેવામાં આવે છે. (અર્થપ્રકાશિકા પં. સહાસુખજી કૃત પૃષ્ટ ૩૦૦ અધ્યાય ૮ માં કહ્યું છે કે,)
અસંયત સમ્યગ્દષ્ટિ ભગવાન અરિહંતને ઉપદેશેલ સત્યાર્થ આપ્ત, આગમ અને પદાર્થનું શ્રદ્ધાન કરે છે અને જે પિતાને વિશેષ જ્ઞાન ન હોય અને કેવળ ઉપદેશદાતાના સંબંધથી ભગવાન અરિહંતનું ઉપદેશેલ જાણે અસત્યાર્થ પણ શ્રદ્ધાન કરે કે ભગવાનના આગમમાં એવું જ કહેલ છે, એમ માની ભગવાનની આજ્ઞાનું ઉલ્લંધન કરતા નથી, તેથી તે સમ્યગ્દષ્ટિ છે. કેઈ વધારે જ્ઞાનીને સંબંધ થતાં ગણધરાદિકના ઉપદેશેલ આગમ બતાવે કે-જે તમે શ્રદ્ધાન કરેલ છે તે ઠીક નથી, કારણ ભગવાનના આગમમાં આ પ્રમાણે ઉપદેશ છે. તમે જેમ ધારી (માની) રાખ્યું છે. તેમ નથી, એમ સમજાવવા છતાં ખોટે આગ્રહ રાખે કે હું, હજારો માણસમાં જે (વાત) કહી ચુક્યો છું. તે હવે કેમ ફરે એવા વચનના (પ્રતિષ્ટા) પક્ષપાતથી અસત્યાર્થ હઠને ન છોડે તે તે જીવ તે જ કાલમાં મિથ્યાદષ્ટિ થઈ જાય છે.