________________
યથાવત્ નિરૂપણું એવું પણ કરે કે જેના ઉપદેશથી અન્ય જીવ સમ્યગ્દષ્ટિ થઈ જાય; જેમ કોઈ પુરુષ સ્ત્રીને સ્વાંગ ધરી એવું ગાયન કરે કે જે સાંભળીને અન્ય પુરુષ–સ્રી કામરૂપ થઈ જાય. પણ આતે જેવું શીખ્યો તેવું કહે છે, પરંતુ તેને ભાવ કાંઈ તેને ભાસતો નથી તેથી પતે કામાસકત થતા નથી; તેમ આ જેવું લખ્યું છે તે ઉપદેશ આપે છે પરંતુ પિતે અનુભવ કરતે નથી એ પ્રમાણે તે તે અગિઆર અંગ સુધી ભણે તે પણ તેથી સિદ્ધિ થતી નથી.
શ્રી કાર્તિક મહર્ષિવિદ્યાનંદ વિરચિત ખંડ ૨ પૃષ્ટ ૧૩ થી પણ સિદ્ધ થાય છે કે વ્યલિંગી મુનિના ઉપદેશથી અનેક ભવ્ય જીવ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરી શકે છે. શ્રી સર્વાર્થસિદ્ધિ, (શ્રી પૂજ્યપાદસ્વામી કૃત) શ્રી રાજવાર્તિકલકાર (શ્રી અકલંક ભટ્ટ) પંચાધ્યાય (બીજો અધ્યાય ગાથા ૧૯) માં કહ્યું છે કે દ્રવ્યલિંગ ધારણ કરવાવાળો મુનિ અગિઆર અંગ સુધી ભણું જાય છે પરંતુ મિથ્યાત્વ પટલનો ઉદય હોવાથી તે શુદ્ધાત્માને સ્વાદ લઈ શકતે નથી. આશ્ચર્ય છે કે તેના ભણાવેલ શિષ્ય કે જેનું મિથ્યાત્વ કર્મ દુર થઇ ગયું છે તેઓ શુદ્ધાત્માને આનંદ લઇ ત્યે છે પરંતુ તે નથી લઈ શકતા. આદિ ઠામ ઠામ પ્રમાણે મળે છે. દષ્ટાંત - જેમ કઈ ફિલ્મ બનાવનાર માણસની રજીસ્ટર સંસારચક્રની ફીલમ તેના એજન્ટો બહારગામમાં બતાવે છે તે ફિલ્મ ગમે ત્યાં બતાવવામાં આવે છતાં તે ફિલ્મ તે એકરૂપજ છે માત્ર એજન્ટમાં ફરક છે. તેમ જિનવાણ ના કર્તા ભગવાન