________________
૩૬૯
ધારણ કરનાર (જાણનાર) તત્ત્વજ્ઞાની છે, તેને દર્શનમોહનીયના લય, ઉપશમ, પશમ અન્તરંગ કારણ છે. અર્થાત જે વ્યક્તિને સમ્યકત્વ પ્રગટ થવાનું છે તે વ્યકિતને સમ્યકત્વ ઉત્પત્તિમાં જિનશ્રત બાહ્ય સહકારી કારણ છે, અને તે શાસ્ત્રજ્ઞાન થી પરિણત જ્ઞાતારૂપ તેને આત્મા (અભેદરૂપથી) ઉપાદાન કારણ છે એટલે તેનું અન્તરંગ કારણ બાધક દર્શનમેહનીયના ક્ષય, ઉપશમાદિ છે. પણ કેઈ જીવને સમ્યકત્વ ઉત્તિમાં અન્ય તત્વજ્ઞાની પુરુષ કરી પણ અન્તરંગ કારણ બની શકે નહીં.
समतस्सनिमित्तं जिणसुत्तं तस्य जाणया पुरिसा । .: अंतरहेऊ भणिदा दंसणमोहस्य खयहुदी ॥३८२॥ અર્થ - સમ્યકત્વનું નિમિત્ત જિનસૂત્ર છે જિનસૂત્રના જ્ઞાયક પુરુષને સમ્યકત્વ થવામાં અન્તરંગ કારણ દર્શનમેહનીને ક્ષપશમ, ઉપશમ અને ક્ષય છે. ભાવાર્થ- સમ્યકત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ સર્વદેવના મુખકમલમાંથી નીકળેલું સર્વ પદાર્થોના પ્રતિપાદનમાં સમર્થ એવું-દ્રવ્યશ્રતરૂપ તત્વજ્ઞાન જ છે કેમકે તે ઉપચારથી પદાર્થોના નિર્ણયનું કારણ છે. સમ્યગ્દર્શન થવામાં અંતરંગ કારણ દર્શનમેહનીયનું ક્ષય, ઉપશમ તથા ક્ષપશમ છે. વિશેષાર્થ – સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બાહ્ય નિમિત્ત કારણ, અન્તરંગ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણની આવશ્યક્તા છે. જિનબિમ્બદર્શન (મુનિદર્શન, સિદ્ધક્ષેત્ર દર્શન, જિનમહિમાદિ