________________
૨૯૧
કમવતી કહે છે પણ જ્ઞાનના સમયમાં દર્શને અવશ્ય રહે છે. કારણ કે, બન્નેને ક્ષોપશમ સદા સાથે રહે છે. જે કદાચ તમે એમ કહેશો કે, જ્ઞાનના સમયમાં દર્શન રહે છે તે કેમ શકે? તે તેને ખુલશે પણ એજ છે કે ઉન્મુખતા વિના જ્ઞાનનું થવું અસંભવ છે અને ઉન્મુખતા છે તેજ દર્શન છે; અને જે . જ્ઞાનદર્શનને યુગપત્ રહેવામાં અસંભવતા થતી હોય અથવા પરસ્પર વિરોધ થતો હોય તે છવસ્થની માફક કેવલી ભગવંતેમાં પણ વિરોધ આવશે પણ કેવલજ્ઞાનીઓમાં તે તે બને યુગપત માનવામાં આવેલ છે. પાંચે ઈન્દ્રિય અને મન દ્વારા થવાવાળા પદાર્થોના જ્ઞાનને મતિજ્ઞાન કહે છે, એમ મતિજ્ઞાનને માટે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ આવશ્યક છે. એટલે ક્ષયે પશમ હશે તેટલું જ્ઞાન પ્રગટ થશે. એજ આત્માનું અશુદ્ધ અથવા વિભાવજ્ઞાન અથવા મતિજ્ઞાન કહેવાય છે. પાંચ ઈન્દ્રિય અને મનની રચનાને દ્રલેંદ્રિય કહે છે. એની સહાયતાથી લબ્ધિરૂપ જે મતિજ્ઞાન પ્રથમથી હતું, તેજ જ્યારે પદાર્થોને જાણવામાં ઉપયુક્ત થાય છે ત્યારે તેને ઉપગ કહે છે. જાણેલ પદાર્થનું વારંવાર ચિંતવન કરવું, તે ભાવના છે. એમ ત્રણ પ્રકારે મતિજ્ઞાનના ભેદ બતાવેલ છે. મતિજ્ઞાન, ચક્ષુ અથવા અચક્ષુદર્શન પૂર્વક થાય છે. જ્યારે ઈદ્રિયે કોઈ પણ પદાર્થને જાણવાને સમુખ થઈ, ત્યારે જે સત્તા માત્ર પદાર્થનું એવું ગ્રહણ કરે કે જેને કેઈ આકાર જ્ઞાનમાં ન ઝળકે અર્થાત્ નિરાકાર રૂપે ઝળકે તે દર્શન છે. પછી જે અસ્પષ્ટ (અવ્યકત) ગ્રહણ થાય, તે વ્યંજનાવગ્રહ છે અને જે સ્પષ્ટ ગ્રહણ થાય તો તે અર્થાવગ્રહ છે. અસ્પષ્ટ ગ્રહણ મન અને ચક્ષુથી થતું નથી, માત્ર સ્પર્શાદિ